જામનગર જિલ્લા પંચાયતના કર્મચારીઓ-શિક્ષકોનું આંદોલન વેગવંતુ બન્યું : તમામ કર્મચારીઓ પેન ડાઊન સાથે હડતાલ પર ઉતર્યા

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
જામનગર જિલ્લા પંચાયતના કર્મચારીઓ-શિક્ષકોનું આંદોલન વેગવંતુ બન્યું : તમામ કર્મચારીઓ પેન ડાઊન સાથે હડતાલ પર ઉતર્યા 1 - image

જામનગર,તા.06 માર્ચ 2024,બુધવાર

જામનગર જિલ્લા પંચાયતના કર્મચારીઓ-શિક્ષકો વગેરે દ્વારા પોતાના પેન્શન સહિતના જુના પ્રશ્નોને લઈને લડત ચલાવવામાં આવી રહી છે, જેના અનુસંધાને આજે આંદોલનને વધુ વેગવંતું બનાવવામાં આવ્યું છે, અને સરકાર સામે જોરદાર લડત ચલાવાઇ રહી છે.

 જામનગર જિલ્લા પંચાયત ઉપરાંત જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિકના શિક્ષકો સહિતના આશરે 400 થી વધુ કર્મચારીઓએ આજે પેન ડાઉન જાહેર કરીને હડતાલ પર ઉતરી ગયા હતા. તમામ કર્મચારીઓ આજે પોતાના કામથી અળગા રહ્યા છે, અને જિલ્લા પંચાયત સર્કલમાં એકત્ર થઈ પોતાની માગણીઓને લઈને કચેરીને દ્વારે સૂત્રોચાર કર્યા હતા. એકીસાથે આટલા બધા કર્મચારીઓની હડતાલને લઈને જિલ્લા પંચાયત સહીતની કચેરીઓમાં તેમજ શાળાઓમાં આજની સમગ્ર કામગીરી ઠપ્પ થઈ ગઈ છે.


Google NewsGoogle News