જામનગરના નાગનાથ ગેટ વિસ્તારમાં નિશુલ્ક ભોજન વિતરણ વ્યવસ્થાનું કમિશનર દ્વારા કરાયું નિરીક્ષણ
જામનગર, તા. 18 એપ્રીલ 2020, શનિવાર
જામનગરમાં નાગનાથ ગેટ વિસ્તારમાં લોક ડાઉનના સમયગાળા દરમિયાન 1,200થી વધુ ગરીબ પરિવારના લોકોને નિશુલ્ક ભોજનનું વિતરણ કરવામાં આવે છે. જે વિતરણ વ્યવસ્થા નું મ્યુનિ.કમિશનર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સામાજિક પ્રવૃત્તિ ચલાવી રહેલા વ્યવસ્થાપકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
જામનગરમાં નાગનાથ ગેટ વિસ્તારમાં બીપીન ભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા લોક ડાઉન ના સમયગાળા દરમિયાન પ્રતિદિન સાંજે 1,200 જેટલા લોકોને નિશુલ્ક ભોજન આપવામાં આવે છે. જે ભોજન વિતરણ વ્યવસ્થાનું મ્યુનિ. કમિશનર શ્રી સતિશ પટેલે નિરીક્ષણ કર્યું હતું. જેમની સાથે અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.
પ્રતિદિન સાંજે 1,200 જેટલા લોકો માટેની ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અને આસપાસના ભીમ વાસ, વાઘેરવાળો, નાગેશ્વર કોલોની. બારદાનવાલા કોમ્પલેક્ષ સહિતના વિસ્તારના લોકો પોતાના ઘેરથી ટિફીન લઈને આવે છે અને પ્રત્યેક ને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખી ભોજન પૂરું પાડવામાં આવે છે. જે પ્રક્રિયા નું નિરીક્ષણ કર્યા પછી તમામ અધિકારીઓએ વ્યવસ્થાપકોને બિરદાવ્યા હતા.