app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

જામનગરની જિલ્લા જેલમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ: જેલ અધિક્ષક દ્વારા ધ્વજ વંદન કરાયું

Updated: Aug 15th, 2023

 જામનગર,તા.15 ઓગષ્ટ 2023,મંગળવાર

જામનગરની જિલ્લા જેલમાં આજે 15મી ઓગસ્ટે સ્વતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી, અને જેલ અધિક્ષક દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં જેલ સ્ટાફ અને કેદી ભાઈઓ જોડાયા હતા.

 જામનગરની જિલ્લા જેલમાં પ્રતિ વર્ષ મુજબ આ વખતે પણ ૧૫ મી ઓગસ્ટ ના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

 જામનગરની જિલ્લા જેલના જેલ અધિક્ષક એમ.એન. જાડેજા દ્વારા તિરંગો ફરકાવીને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. 

આ વેળાએ જામનગરની જિલ્લા જેલના તમામ જેલ સ્ટાફ તેમજ કેદી ભાઈઓ અને કેદી ભાઈઓના પરિવારને પણ મુલાકાત માટે પ્રવેશ અપાયો હતો, અને તેઓ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.


જામનગરની જિલ્લા જેલમાં બલુચિસ્તાનના બે કેદીઓ દ્વારા ભારતના દેશભક્તિના ગીતો ગવાયા

જામનગરની જિલ્લા જેલમાં આજે 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી, અને ધ્વજ વંદન સહિતના કાર્યક્રમમાં રાખવામાં આવ્યા હતા.

 ત્યારબાદ જામનગરની જિલ્લા જેલમાં રહેલા બલુચિસ્તાન ના બે કેદીઓ કે જેઓ દ્વારા ભારતના દેશભક્તિનો ગીતો ગાવામાં આવ્યા હતા, તેઓએ 'મેરા કર્મા તુ મેરા ધર્મા તુ'  દેશભક્તિનું ગીત ગાયું ત્યારે  સમગ્ર જેલ અધિકારી અને જેલ સ્ટાફ તેમજ અન્ય કેદી ભાઈઓ મંત્રમુગ્ધ કરી દીધા હતા, અને જેલમાં ભારત માતાકી જય ના નારા ગુંજી ઉઠ્યા હતા.

Gujarat