Get The App

જામનગરમાં પ્રતિ કલાકના 50 કિ.મી.ની ઝડપે મિનિ વાવાઝોડું ફૂંકાયું

Updated: Mar 21st, 2020

GS TEAM

Google News
Google News
જામનગરમાં પ્રતિ કલાકના 50 કિ.મી.ની ઝડપે મિનિ વાવાઝોડું ફૂંકાયું 1 - image

જામનગર, તા. 21 માર્ચ 2020 શનિવાર

જામનગર શહેર અને જિલ્લામાં ઠંડી-ગરમી સહિતનું મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેમાંય ગઈકાલે તોફાની પવન ફુંકાયો હતો. પ્રતિ કલાકના 50 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી અને લોકોની પરેશાનીમાં વધારો થયો હતો.

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ઠંડી-ગરમી સહિતનો મિશ્ર ઋતુનું વાતાવરણ જોવા મળે છે. જો કે આજે સવારે ઠંડીનો પારો વધુ બે ડિગ્રી ઉપર ચડીને 20 ડિગ્રીએ સ્થિર થયો છે. જ્યારે બપોર દરમિયાન 33 ડીગ્રી ટેમ્પરેચર ના કારણે આકરો તાપ પડી રહ્યો છે. 

ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન પ્રતિ કલાકના 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હોવાથી ધુળની ડમરીઓ ઉડી હતી અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના જણાવ્યા અનુસાર આજે સવારે આઠ વાગે પુરા થતાં 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન 33 ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 81 ટકા રહ્યું હતું. જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 40 કિમીની ઝડપે રહી હતી જે વધીને 50 કિમી સુધી પણ પહોંચી હતી.

Tags :