જામનગર માં હોમકોરોન્ટાઈન કરાયેલા 585 લોકોને મુક્ત કરાયા
- હજુ 228 લોકો હોમ કોરોન્ટાઈન, 23ને સમરસ હોસ્ટેલ માં રખાયા
જામનગર, તા. 04 એપ્રીલ 2020, શનિવાર
જામનગર શહેર અને આસ પાસના વિસ્તારના 885 લોકો વિદેશ પ્રવાસ કરીને આવેલા હોવાથી તેઓને હોમકોરોન્ટાઈન કરાયા હતા. અથવા તો લાલપુર બાયપાસ ચોકડી પાસે આવેલી સમરસ હોસ્ટેલ માં રાખવામાં આવ્યા હતા. જે પૈકી 585 લોકોને 14 દિવસ નો સમયગાળો પૂર્ણ થતા મુક્ત કરાયા છે. જ્યારે હજુ 228 લોકો હોમકોરોન્ટાઈન છે. ઉપરાંત 23 વ્યક્તિ સમરસ હોસ્ટેલ માં રખાઈ છે.
જામનગર શહેર માં વિદેશ પ્રવાસ કરીને આવેલા 905 જેટલા લોકોની યાદી મળી હતી. જે પૈકી 885 લોકો ને શોધી કાઢી હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. જે પૈકી અત્યાર સુધીમાં 585 લોકોને 14 દિવસનો સમય ગાળો પૂર્ણ થયો હોવાથી મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે હજુ 228 લોકો હોમ કોરોન્ટાઈન છે.
ઉપરાંત 23 વ્યક્તિઓ કે જેઓ જામનગર શહેર અથવા તો જામનગર જિલ્લાના છે જેઓને જામનગર લાલપુર બાયપાસ નજીક આવેલી સમરસ હોસ્ટેલ માં રાખવામાં આવ્યા છે.