જામનગરમાં માસ્ક નહીં પહેરનારા અને સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવનાર વધુ 103 દંડાયા
જામનગર, તા. 30 એપ્રીલ 2020, ગુરુવાર
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં માસ્ક પહેર્યા વિના નીકળનારાઓ સામે દંડકીય કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે. ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ નહી જાળવનારા અને સેનેટાઈઝર નો ઉપયોગ નહીં કરનારા વેપારીઓ સામે પણ દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જેના ભાગરૂપે આજે જામ્યુકોની ટીમ દ્વારા માસ્ક નહીં પહેરનારા 82 લોકો સામે દંડકીય કાર્યવાહી કરાઈ છે. અને 16,100નો દંડ વસૂલાયો છે.આ ઉપરાંત નહીં જાળવનારા 21 વેપારી સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે.
સમગ્ર દિવસ દરમિયાન ૧૦૩ લોકો પાસેથી 20,300નો દંડ વસૂલવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં ૨,૩૧૬ કેસ કરવામાં આવ્યા છે. અને તમામ લોકો પાસેથી 462,700નો દંડ વસૂલવામાં આવ્યો છે.