જામનગરમાં 13 લોકોને સમરસ હોસ્ટેલમાં કરાયા ક્વોરોન્ટાઇન
- સ્થાનિક તંત્ર દ્વારા 248ને હોમ ક્વોરોન્ટાઈન કરાયા
- વિદેશથી આવેલા 100થી વધુ વ્યક્તિઓની શોધખોળ
જામનગર, તા. 24 માર્ચ 2020, મંગળવાર
જામનગર
શહેરમાં મહાનગરપાલિકાની ટુકડી દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં ફરીને જે લોકો વિદેશથી
પ્રવાસ કરીને જામનગરમાં આવ્યા છે,
તેઓ ને હોમ કોરોન્ટઈન કરવાની કાર્યવાહી ચાલી રહી છે. અને ૩૪૨ જેટલા
વ્યક્તિઓની યાદી બનાવીને શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે પૈકી ૨૪૮ વ્યક્તિઓને શોધી
લઈ હોમ કોરોન્ટઈન કરી દેવામાં આવ્યા છે. જયારે હજુ ૧૦૦ થી વધુ ની શોધખોળ ચલાવવામાં
આવી રહી છે. તથા ૧૩ને સમરસ હોસ્ટેલમાં રાખવામાં
આવ્યા છે.
જામનગર
મહાનગરપાલિકા દ્વારા વિદેશ પ્રવાસ કરીને આવેલા ૩૪૨ લોકોને શોધવાની પ્રક્રિયા હાથ
ધરવામાં આવી હતી, અને તેના માટે જુદી જુદી ટુકડીઓ દોડતી થઇ હતી. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન
વિદેશ પ્રવાસ કરીને આવેલા જામનગર ના વતની એવા ૨૪૮ લોકોને શોધી કાઢવામાં આવ્યા છે.
અને તમામ ના હાથમાં સ્ટેમ્પ મારી દેવાયો છે. ઉપરાંત તેઓના ઘરમાં સ્ટીકર લગાવી દઈ
ચૌદ દિવસ સુધી બહાર નહીં નીકળવાની તારીખ લખી ને હોમ કોરો ન્ટઈન કરાયા છે.