Jamnagar

જામનગર મહાનગરપાલિકામાં વેરો નહીં ભરો તો પાણી કનેક્શન કપાશે!

By GS Team
25 Oct 20261 min read
TukuTouch Logo
જામનગર મહાનગરપાલિકાએ મિલકત અને પાણી વેરાની બાકી રકમ વસૂલવા કડક પગલાં ભર્યા છે. લાંબા સમયથી વેરો ન ભરનાર 16 મિલકતધારકોના પાણી કનેક્શન અસ્થાયી રૂપે કાપી નાખવામાં આવ્યા છે. ડેપ્યુટી કમિશનરની સૂચનાથી ટેક્સ અને વોટર વર્ક્સ શાખાએ આ સંયુક્ત કાર્યવાહી કરી. પાલિકાએ બાકીદારોને તાત્કાલિક વેરો ભરવા અને ભવિષ્યમાં વધુ કડક કાર્યવાહીની ચેતવણી આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર મહાનગરપાલિકામાં વેરો નહીં ભરો તો પાણી કનેક્શન કપાશે!

Jamnagar: જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરો અને પાણી વેરાની બાકી રકમ વસૂલવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લાંબા સમયથી વેરો નહીં ભરનારા 16 મિલકતધારકો સામે કાર્યવાહી કરી તેમનાં પાણીનાં કનેક્શન અસ્થાયી ધોરણે બંધ કરવામાં આવ્યાં છે.

જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા તા. 31 માર્ચ, 2026 સુધીનો બાકી મિલકત વેરો વસૂલવા માટે મિલકતધારકોને નિયમ મુજબ વોરંટ તથા અનુસૂચિની બજવણી કરવામાં આવી હતી. તેમ છતાં કેટલાક મિલકતધારકોએ મિલકત વેરો અને પાણી વેરાની બાકી રકમ ભરપાઈ કરી ન હતી. પરિણામે તા. 21 ઑક્ટોબર, 2026 સુધીમાં કુલ 16 બાકીદારો સામે પાણીનાં કનેક્શન બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.આ કાર્યવાહી ડેપ્યુટી કમિશનરની સૂચના અનુસાર આસિસ્ટન્ટ કમિશનર (ટેક્સ), હાઉસ ટેક્સ શાખા તથા વોટર વર્ક્સ શાખા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે આગામી સમયમાં વેરા બાકીદારો સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. આથી મિલકતધારકોને બાકી મિલકત વેરો અને પાણી વેરાની રકમ તાત્કાલિક ભરપાઈ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.