Jamnagar

જામનગરના અંધાશ્રમ ફાટક અંડરબ્રિજ નીચે ટ્રેનની હડફેટે બે વ્યક્તિઓનાં કરુણ મૃત્યુ નિપજતાં ભારે અરેરાટી

By GS Team
11 Oct 20261 min read
TukuTouch Logo
જામનગરમાં અંધાશ્રમ ફાટક અંડરબ્રિજ નીચે રેલવે ટ્રેક પર 10 ઓક્ટોબરે સાંજે 7:15 વાગ્યે ટ્રેનની હડફેટે આવતા 2 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. મૃતકોમાં રમેશભાઈ ચૌહાણ (ઉ.વ. 54) અને આસામના સોનુકુમાર અમીકાકુમાર (ઉ.વ. 31)નો સમાવેશ થાય છે. સિટી 'સી' ડિવિઝન પોલીસે અપમૃત્યુની નોંધ કરી, A.S.I. વી.એમ. ચાવડા વધુ તપાસ કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના અંધાશ્રમ ફાટક અંડરબ્રિજ નીચે ટ્રેનની હડફેટે બે વ્યક્તિઓનાં કરુણ મૃત્યુ નિપજતાં ભારે અરેરાટી

Jamnagar: જામનગરના અંધાશ્રમ ફાટક અંડરબ્રિજ નીચે રેલવે ટ્રેક પર તા. 10 ઓક્ટોબરના રોજ સાંજે ટ્રેનની હડફેટે આવી જતાં બે વ્યક્તિઓનાં મૃત્યુ નીપજ્યાં હતાં. આ બનાવ અંગે સીટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અપમૃત્યુની નોંધ કરવામાં આવી છે.

પોલીસના રિપોર્ટ મુજબ, સાંજે આશરે 7:15 વાગ્યે રેલવે કિલોમીટર પોલ નં. 830/15થી 830/11 વચ્ચે બંને વ્યક્તિઓ કોઈ કારણસર ટ્રેનની અડફેટે આવી જતાં ગંભીર ઇજાઓના કારણે બન્ને મૃત્યુ પામ્યા હતા.

મૃતકોમાં રમેશભાઈ હાજાભાઈ ચૌહાણ (ઉ.વ. 54), જે મજૂરીકામ કરતા હતા અને અંધાશ્રમ ફાટક અંડરબ્રિજ નીચે રહેતા હતા, તેમજ આસામ રાજ્યના ગુવાહાટી ખાતે કેદાર રોડ પર રહેતા સોનુકુમાર અમીકાકુમાર (ઉ.વ. 31)નો સમાવેશ થાય છે.

આ બનાવ અંગે જગદીશભાઈ રમેશભાઈ ચૌહાણે પોલીસમાં જાહેર કરતાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 194 હેઠળ અપમૃત્યુની નોંધ કરવામાં આવી છે. સીટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. વી.એમ. ચાવડા સમગ્ર મામલાની વધુ તપાસ ચલાવી રહ્યા છે.