Jamnagar

જામનગર નજીક હાપાનો બનાવ: જૂના ઝઘડાનો ખાર રાખી યુવાન પર પથ્થરથી હુમલો

By GS Team
21 Oct 20261 min read
TukuTouch Logo
જામનગરના હાપા ગામ પાસે જામનગર-રાજકોટ રોડ પર કાનો માલધારી હોટલ નજીક 22 વર્ષીય દર્શીલભાઈ જોષી પર જૂના ઝઘડાની અદાવતમાં હુમલો થયો હતો. 18 ઓક્ટોબરે રાત્રે 9 વાગ્યે રવીરાજ રોરીયા અને હિતેશ ઉર્ફે જાંબુ રાઠોડે પથ્થર વડે હુમલો કરી તેમને ઇજા પહોંચાડી હતી. પંચકોશી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક હાપાનો બનાવ: જૂના ઝઘડાનો ખાર રાખી યુવાન પર પથ્થરથી હુમલો

Jamnagar: હાપા ગામ પાસે જામનગર-રાજકોટ રોડ પર આવેલી કાનો માલધારી હોટલ નજીક જૂના ઝઘડાની અદાવતમાં એક યુવાન પર પથ્થર વડે હુમલો કરી તેને ઈજા પહોંચાડ્યાની ફરિયાદ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

ફરિયાદી દર્શીલભાઈ કમલેશભાઈ જોષી (ઉં.વ. 22, રહે. એલગન સોસાયટી, રામેશ્વર મંદિર પાસે, હાપા)એ પોલીસને જણાવ્યું હતું કે આશરે એક મહિના અગાઉ બોલાચાલી અને ઝઘડા અંગે ફરિયાદ કરવામાં આવી હતી. આ બાબતનો ખાર રાખીને તા. 18 ઓક્ટોબરની રાત્રે આશરે નવ વાગ્યે રવીરાજ રમેશભાઈ રોરીયા અને હિતેશ ઉર્ફે જાંબુ કાનજીભાઈ રાઠોડે તેમના પર પથ્થર વડે હુમલો કર્યો હતો. હુમલામાં મોઢા, જમણી આંખ પાસે, ડાબી બાજુના પડખા સહિત શરીરના વિવિધ ભાગોમાં ઈજાઓ થતાં તેઓ લોહીલુહાણ થયા હતા. હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

આ બનાવ અંગે તા. 20 ઓક્ટોબરના રોજ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 118(1), 352, 351(3) અને 54 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસ એ.એસ.આઈ. ડી.બી. જોગીયા ચલાવી રહ્યા છે.