Jamnagar

જામનગરમાં કચરાના ટ્રકની ટક્કરથી એસ.ટી. બસનો આગળનો કાચ તૂટ્યો

By GS Team
22 Oct 20261 min read
TukuTouch Logo
જામનગરમાં સાત રસ્તા પાસે પુલ નીચે મહાનગરપાલિકાના કચરાના ટ્રક ચાલકે બેદરકારીથી ટ્રક રિવર્સમાં ચલાવી. ધ્રોલના ST બસચાલક બાબુભાઈ ભરવાડની બસને ટક્કર મારતાં બસનો આશરે ₹40,000નો આગળનો કાચ તૂટી ગયો. આ અંગે સિટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં કચરાના ટ્રકની ટક્કરથી એસ.ટી. બસનો આગળનો કાચ તૂટ્યો

Jamnagar: જામનગરના સાત રસ્તા નજીક પુલ નીચે મહાનગરપાલિકાના કચરાના ટ્રકના ચાલકે ટ્રક રિવર્સમાં બેદરકારીપૂર્વક ચલાવી એસ.ટી. બસને ટક્કર મારતાં બસના આગળના કાચને નુકસાન થયું હતું. આ બનાવ અંગે સીટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ, ધ્રોલના ગાયત્રીનગરમાં રહેતા અને એસ.ટી. બસના ચાલક તરીકે ફરજ બજાવતા બાબુભાઈ હુરાભાઈ ભરવાડ (ઉંમર 46) તા. 20 ઓક્ટોબરના રોજ સાંજે આશરે 7:30 વાગ્યે જામનગરના સાત રસ્તા નજીક પુલ નીચે પોતાની સરકારી બસ લઈને હતા. આ દરમિયાન જામનગર મહાનગરપાલિકાના કચરાના ટ્રક નંબર જીજે-10-ટીવાય-6181ના ચાલકે ટ્રક પૂરઝડપે અને બેદરકારીપૂર્વક રિવર્સમાં ચલાવી બસના આગળના ભાગે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બસનો આગળનો સંપૂર્ણ કાચ તૂટી ગયો હતો, જેની કિંમત આશરે રૂ. 40,000હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ અંગે તા. 21 ઓક્ટોબરના રોજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 281 અને 324(4) તથા મોટર વાહન અધિનિયમની કલમ 177 અને 184 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.