અમદાવાદથી ખાનગી વાહન મારફતે ધ્રોલમાં ઘુસી આવેલો એક શખ્સ પકડાયો
જામનગર, તા. 19 એપ્રિલ 2020 રવિવાર
જામનગર જિલ્લાના ધ્રોલમાં લોક ડાઉનની અમલવારી દરમિયાન અમદાવાદથી લોકડાઉનનો ભંગ કરીને ખાનગી વાહન મારફતે ધ્રોલમાં ઘુસી આવેલા એક શખસને પોલીસે પકડી પાડયો છે અને તેને હોમ કોરોન્ટાઈન કરી દેવાયો છે.
જામનગર જિલ્લાના ધ્રોલમાં ગાયત્રીનગર વિસ્તારમાં રહેતો અલ્તાફ અલી ફકીરમામદ રાઠોડ નામનો 21 વર્ષનો યુવાન કે.જે લોક ડાઉન પહેલા અમદાવાદ ગયો હતો અને અમદાવાદમાં કોરોન્ટાઈન થયેલો હતો પરંતુ કોઈપણ રીતે અમદાવાદ માંથી બહાર નીકળી ખાનગી વાહનો મારફતે રોડ રસ્તાથી ધ્રોલમાં પ્રવેશ કરવા જતા ધ્રોલ પોલીસે તેને પકડી પાડ્યો હતો.
જેની સામે જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગની તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે તેને 14 દિવસ માટે હોમ કોરોન્ટાઈન કરી દેવામાં આવ્યો છે.