જામનગરમાં SRP જવાનનાં પોઝીટીવ રીપોર્ટનાં પગલે 12 જવાનો કોરન્ટાઈન
- કોરોનાગ્રસ્ત જવાનનાં પરિવારજનોને પણ કોરન્ટાઈન કરાયા
- અમદાવાદ ફરજ બજાવીને આવનાર એસઆરપી સેકટરનાં જવાન સરકારી હોસ્પિટલમાં દાખલ
જામનગર તા. 7 મે, 2020, ગુરૂવાર
જામનગર તાલુકાના ચેલા એસઆરપી સેક્ટર ૧૭મા ફરજ બજાવતા એસઆરપીના એક જવાનનો કોરોનાવાયરસ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી હાલ જી. જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે તેની સાથે આવેલા અન્ય ૧૨ જેટલા એસઆરપી જવાનોને કોરોન્ટાઈન કરી દેવાયા છે. સાથોસાથ એસઆરપી જવાનના પરિવારને પણ હોમ કોરોન્ટાઈન કરી દેવાયું છે.
જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ચેલા એસઆરપી ગ્પના એક જવાન કે જે અમદાવાદ ફરજ બજાવીને ૧લી તારીખે જામનગર આવ્યા હતા અને ચેલા સેક્ટરમાં રહ્યા હતા. જ્યાં તેઓની બે દિવસ પહેલાં તબિયત લથડતા સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેઓનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે હાલ જી.જી.હોસ્પિટલના કાવિડના વોર્ડમાં સારવાર હેઠળ છે. જ્યારે તેની સાથે આવેલા અન્ય ૧૨ એસઆરપી જવાનોને ચેલા માં જ કોરોન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. સાથોસાથ એસઆરપી જવાનના પરિવારને પણ તેમના ઘેર હોમ કોરોન્ટાઈન કરી દેવામાં આવ્યું છે. જે તમામના સેમ્પલો પણ મેળવી લેવાયા છે.
જામનગર જિલ્લા પંચાયતની આરોગ્ય વિભાગની ટીમ સમગ્ર ચેલા સેક્ટરમાં આરોગ્ય વિષયક પગલાં ભરી રહી છે.