ધ્રોલ તાલુકાના વાગુદડમાં પુત્રને મોતને ઘાટ ઉતારનાર પિતા જેલ હવાલે
જામનગર તા. 11 એપ્રીલ 2020, શનિવાર
જામનગર તાલુકાના મોટા વાગુદડ ગામમાં પુત્રનું ગળું દબાવી સગા પિતાએ જ મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે જેની ધરપકડ કરી લીધા પછી અદાલત સમક્ષ રજૂ કરતાં તેને જેલમાં ધકેલી દેવાયો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામમાં રહેતા અને ખેતીકામ કરતા ક્રિપાલસિંહ ઉર્ફે કાનો ચંદુભા જાડેજા નામના 27 વર્ષના યુવાન ઉપર તેના જ સગા પિતા ચંદુભા કલૂભા જાડેજાએ નાક પર મુક્કો મારી પછાડી દઇ ગળે ટૂંપો દઇ હત્યા નિપજાવી હતી.
જે બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પિતા ચંદુભા જાડેજા ને પકડી પાડયો હતો. અને અદાલત સમક્ષ રજૂ કરતાં તેને જેલમાં મોકલી દેવાનો હુકમ થયો છે. આથી આજે સવારે તેને જેલમાં ધકેલી દેવાયો છે. પોલીસે આરોપી એ પહેરેલા કપડા કબજે કર્યા છે. ઉપરાંત મૃતકના લોહીના નિશાનો મળ્યા હતા. જે પણ કબજે કરાયા છે. મૃતક ના નાકમાંથી લોહી નીકળી ને જમીન પર પડ્યું હતુ. તેના સેમ્પલો એકત્ર કરાયા છે.