કાલાવડ તાલુકાના બામણ ગામમાં કૂવામાં પડી જવાથી ખેડૂત યુવાનનું મૃત્યુ
જામનગર, તા. 14 એપ્રિલ 2020 મંગળવાર
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બામણ ગામમાં રહેતા અને ખેતીકામ કરતા એક ખેડૂત યુવાનનું અકસ્માતે પોતાની વાડીના કૂવામાં પડી જતાં ડૂબી જવાથી કરૂણ મૃત્યુ નિપજયુ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બામણ ગામમાં રહેતો અને ખેતીકામ કરતો હસમુખ માધાભાઈ મારકણા નામનો 43વર્ષનો ખેડૂત યુવાન ગઇકાલે સવારે પોતાની વાડીએ બળદ ચારવા માટે ગયો હતો. જ્યાં અકસ્માતે કુવામાં પડી ગયો હતો અને ડૂબી જવાના કારણે તેનું મૃત્યુ નીપજયું હતું.
સાંજ સુધી ઘેર જમવા માટે નહીં આવતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી, દરમિયાન તેનો મૃતદેહ કુવામા તરતો મળી આવ્યો હતો.આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ ગિરધરભાઈ માધાભાઈ એ પોલીસને જાણ કરતા કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહને પાણીમાંથી બહાર કઢાવી વધુ તપાસ હાથ ધરી છે.