જામનગર જિલ્લામાં પ્રથમ લોકડાઉનમાં 929 FIR - 2542 વાહનો ડીટેઈન
- 21 દિવસ દરમિયાન પોલીસને ભારે દોડધામ
- કોરોના સંક્રમણને અટકાવવાનાં જાહેરનામાનો ભંગ કરવા બદલ 643 લોકોની ધરપકડ, 2500થી વધુ લોકોને નોટીસ
જામનગર તા.15 એપ્રિલ 2020,બુધવાર
જામનગર જિલ્લામાં ૨૧ દિવસનું લોક ડાઉન જાહેર કરાયા પછી લોક ડાઉન ના સમયગાળા દરમિયાન સમગ્ર જિલ્લામાં જાહેરમાં ઉલ્લંઘન કરવા અંગેની ૯૨૯ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જેમાં ૬૪૩ લોકોની અટકાયત કરી લેવામાં આવી હતી. ઉપરાંત ૨,૫૪૨ જેટલા વાહનો ડિટેઇન કરાયા હતા.
જામનગર શહેર અને જિલ્લામાં લોક ડાઉન જાહેર કરાયા પછી ગઈકાલે ૧૪મી તારીખે લોક ડાઉન -૧ નો સમયગાળો પુર્ણ થયો ત્યાં સુધીમાં પોલીસ દ્વારા લોક ડાઉનલોડ નું ઉલંગન કરનારાઓ સામે લાલ આંખ કરી ૯૨૯ જેટલી એફઆઈઆર દાખલ કરી છે. જે પૈકી ૬૪૩ લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી. ઉપરાંત બાકી નાં ૨૫૦૦ થી વધુ લોકોને નોટિસ આપી જવા દેવામાં આવ્યા હતા.
ગઈકાલે લોક ડાઉન નાં અંતિમ દિવસે પણ ૪૨ જેટલી એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. જેમાં ૪૦ શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી હતી. જામનગર શહેર અને જિલ્લામાં લોકડાઉનના સમયગાળા દરમિયાન વિના કારણે ઘરની બહાર નીકળેલા કુલ ૨,૫૪૨ લોકોના વાહનો લોકડાઉન-૧ નાં સમયગાળા દરમિયાન ડિટેઈન કરી લેવામાં આવ્યા હતા. જોકે તે વાહનોને મુક્ત કરવામાં આવી રહ્યા છે. અને ૨૬૦ વાહનોના દંડ સ્વીકારી મુક્ત કરી દેવાયા છે. જ્યારે બાકીના વાહનોને મુક્ત કરવાની કાર્યવાહી ચાલી રહી છે.
સાથોસાથ લોકડાઉનની મર્યાદામા વધારો થયો છે અને લોકોડાઉન-૨ ચાલુ થઈ ગયું છે જેની પણ કડક અમલવારી થાય તેના ભાગરૂપે શહેર જિલ્લામાં સજજડ પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો છે. અને લોકડાઉન નો ભંગ કરનારાઓ સામે અવિરત કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.