જામનગરનું લાખોટા મ્યુઝિયમ બંધ રાખવા લેવાયો નિર્ણય
- જામનગર શહેરના લાખોટા લેક અને એમ્યુઝમેન્ટ પાર્ક ચાલુ રખાશે
જામનગર, તા.18 માર્ચ 2020, બુધવાર
જામનગર શહેરની મધ્યે લાખોટા તળાવની વચ્ચે આવેલું લાખોટા મ્યુઝિયમનુ કે જે કોરોના વાયરસના ડરને લઈને આગામી 29મી તારીખ સુધી બંધ રાખવા નિર્ણય લેવાયો છે. જોકે જામનગરના લાખોટા લેક તેમજ મેહુલ નગરમાં આવેલા એમ્યુઝમેન્ટ પાર્કને ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા કોરોના વાયરસને લઈને અગમચેતીના પગલાના ભાગરૂપે જાહેર સ્થળો પર ભીડ થતી હોય તેવા એકમોને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેના ભાગરૂપે જામનગરના લાખોટા તળાવની મધ્યમાં આવેલા લાખોટા મ્યુઝિયમને પણ આગામી 29મી તારીખ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. અને ત્યાં સુધી લોકોને મ્યુઝિયમમા પ્રવેશ અપાશે નહીં.
જોકે જામનગરના લોકો કે જે વહેલી સવારે મોર્નિંગવોકમા નીકળે છે અથવા તો લાખોટા લેકમા ફરવા માટે આવે છે તેઓ માટે લાખોટા લેક ખુલ્લો રહેશે. સાથોસાથ મેહુલ નગર વિસ્તારમાં આવેલો એમ્યુઝમેન્ટ પાર્ક પણ ચાલુ રાખવામાં આવ્યો છે.