જામનગર, તા. 10 મે 2020 રવિવાર
જામનગર ગ્રેઇન માર્કેટ ના આસપાસના વિસ્તારમાં પણ કોરોના વાઈરસ પહોંચી ગયો છે. જેના સંક્રમણને અટકાવવાના ભાગરૂપે ગ્રેઇન માર્કેટ વેપારી એસોસિયેશન દ્વારા આગામી 17મી મે સુધી ગ્રેઇન માર્કેટને સદંતર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી બે કલાક માટે ખુલ્લી રહેતી ગ્રેઇન માર્કેટ આજથી 17મી સુધી બંધ રહેશે.
જામનગર શહેરમા કોરોનાના દર્દીઓનો વધારો થઈ રહ્યો છે. તેમાંય ગ્રેઇન માર્કેટ નજીકના વિસ્તારમાં કોરોના વાઈરસનો પોઝિટિવ કેસ મળ્યો હોવાથી. એસોસિયેશનના પ્રમુખ અને મંત્રી દ્વારા આખરે માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
આજથી ગ્રેઇન માર્કેટ કે જે બપોરે 2થી 4ના સમય દરમિયાન ખુલ્લી રાખવા વહીવટીતંત્ર દ્વારા નિર્ણય કરાયો હતો પરંતુ કોરાની મહામારીને ધ્યાનમાં લઈને અને કોરોનાની ચેઈન તોડવાના ભાગરૂપે વેપારી અગ્રણીઓ દ્વારા આગામી 17મી મે સુધી ગ્રેઇન માર્કેટને સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


