જામનગર: હાપા ખારી વિસ્તારના બે પાડોશીઓ વચ્ચે તકરાર: સામસામે પોલીસ ફરિયાદ
જામનગર , તા. 17 એપ્રિલ 2020 શુક્રવાર
જામનગર નજીક હાપા ખારી વિસ્તારમાં ગઇકાલે બે પાડોશીઓ વચ્ચે સામાન્ય બાબતમાં તકરાર થઇ હતી અને બંને પક્ષે સામ સામો હુમલો થવાથી પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક હાપા ખારી વિસ્તારમાં રહેતા મદનભાઈ મલખાભાઈ બાવરી નામના 29 વર્ષના યુવાને પોતાના ઉપર સામાન્ય બાબત મા હુમલો કરવા અંગે કીર્તિ રાધે, આઝાદ રાધે અને રાધે મોહન નામના ત્રણ પાડોશીઓ સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે તેને જી જી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ છે.
આ ઉપરાંત સામાપક્ષે રાધે મદનભાઈ બાવરી એ પોતાના ઉપર હુમલો કરવા અંગે પ્યારે ધર્મેન્દ્રભાઈ અને મદન મલખાન સામે ફરિયાદ નોંધાવી છે. જેને પણ માથામાં ધારીયું લાગ્યું હોવાથી હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.