Get The App

જામનગરમાં તમામ બસોને પાણીથી સાફ કરી એસ.ટી.ડેપોમાં સ્વચ્છતા ઝુંબેશ

- કોરાનાને બિમારી સામે એસ.ટી.તંત્ર બન્યું એલર્ટ

- મુસાફરોને માર્ગદર્શન આપવા પત્રિકાનું વિતરણ, પાર્કિંગ સ્થળે સાફ-સુફી મહાપાલિકાની આરોગ્ય ટીમે યાત્રીકોને સેનેટાઈઝરથી હાથ સાફ કરાવ્યા

Updated: Mar 16th, 2020

GS TEAM

Google News
Google News
જામનગરમાં તમામ બસોને પાણીથી સાફ કરી એસ.ટી.ડેપોમાં સ્વચ્છતા ઝુંબેશ 1 - image


જામનગર, તા.16 માર્ચ 2020, સોમવાર

જામનગર જિલ્લાનું વહીવટીતંત્ર કોરોના વાયરસને લઇને સજાગ બન્યું છે, ત્યારે જામનગરના એસ.ટી ડેપો માં પણ આરોગ્ય વિષયક તેમજ સાફ-સફાઈ ને લગતાં પગલાં ભરવાનો આજથી પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જેના અનુસંધાને એસટી વિભાગ દ્વારા સમગ્ર એસટી પરિસરની સાફ-સફાઈ કરાઈ છે. ઉપરાંત એસટી બસોને પણ પાણીનો મારો ચલાવી ધોવામાં આવી છે. 

જામનગરના એસ.ટી ડિવિઝન દ્વારા આજે વહેલી સવારથી એસટી ડેપોના સમગ્ર બિલ્ડિંગમાં ઉપરાંત પાકગના સ્થળોએ મોટાપાયે સાફ સફાઇ હાથ ધરવામાં આવી હતી. અને સમગ્ર એસટી પરીસર ને સાફ કરવામાં આવ્યું છે. ઉપરાંત એસટી ડેપોની અંદર આવતી જતી તમામ બસોને વર્કશોપમાં  લઈ જઇ સંપૂર્ણપણે ધોવામાં આવી રહી છે. અને મુસાફરોની ચઢઉતર થતી હોવાથી એકબીજા પ્રવાસીઓને કોઈપણ પ્રકારનો ચેપ ન લાગે તે હેતુસર એટીએમમાં સાફ સફાઈ અભિયાન શરૂ કરી દેવાયું છે.

આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા એસ.ટી.બસમાં મુસાફરી કરવા માટે આવેલા અને બસની રાહ જોઇને ઉભેલા તમામ પ્રવાસીઓને સેેનીટાઈઝરનો સ્પ્રે કરી હાથ સાફ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત આરોગ્ય વિષયક અને કોરોના વાયરસથી બચવા માટેના જરૂરી પગલાં ભરવા માટેન માર્ગદર્શન સાથેની પત્રિકાઓ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

જામનગરમાં શાળા કોલેજો, મોલ, સિનેમા ગૃહો બન્યા ખાલીખમ

 જામનગરની શાળા-કોલેજો આજથી બંધ થઈ છે. અને વિદ્યાર્થીઓને શોરગુલ શાંત પડી ગયો છે. જામનગરની કેટલીક શાળા-કોલેજોમાં આજે શિક્ષકો રાબેતા મુજબ હાજર થયા હતા. જેની સાથે સાથે કેટલાક વિદ્યાર્થીઓ પણ શાળાએ અભ્યાસ અર્થે આવી ગયા હતા. પરંતુ રાજ્ય સરકારના આદેશ અનુસાર જે વિદ્યાર્થીઓ આવ્યા હતા.

તેઓને શાળામાં પ્રાર્થના કરાવી રજા આપી દીધી હતી. ઉપરાંત જામનગર જિલ્લાની ૧૦૫ શાળાઓમાં ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓ રાબેતા મુજબ ચાલી રહી છે. જામનગર શહેરમાં આવેલી એક સિનેમાગૃહ ઉપરાંત બે મલ્ટિપ્લેક્સ કે જેમાં ગઇકાલથી જ શો બંધ કરવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. અને આજથી ત્રણેય સીનેગૃહો બંધ કરી દેવામાં આવ્યા છે. જેથી સિનેમાગૃહોની ખુરશી પણ આજે ખાલીખમ નજરે પડી રહી છે.

Tags :