Jamnagar

જામનગરના લાખાબાવળ નજીક સ્કોર્પિયો અને એક્સેસ વચ્ચે અકસ્માત: 28 વર્ષીય યુવાનને પગ અને કમરના ભાગે ગંભીર ઈજાઓ

By GS Team
22 Oct 20261 min read
TukuTouch Logo
જામનગર નજીક લાખાબાવળ ગામ પાસે સેવન સિઝન્સ રિસોર્ટના ગેટ પાસે મોડી રાત્રે સ્કોર્પિયો અને એક્સેસ મોટરસાઇકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં રામદેવસિંહ વાળા નામના યુવાનને જમણા પગ અને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. યશપાલસિંહ અખુભા જાડેજા નામના સ્કોર્પિયો ચાલકે બેદરકારીપૂર્વક ગાડી ચલાવી ટક્કર મારી હતી. પંચકોશી 'બી' ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના લાખાબાવળ નજીક સ્કોર્પિયો અને એક્સેસ વચ્ચે અકસ્માત: 28 વર્ષીય યુવાનને પગ અને કમરના ભાગે ગંભીર ઈજાઓ

Jamnagar: જામનગર નજીક લાખાબાવળ ગામ પાસે સેવન સિઝન્સ રિસોર્ટના ગેટ આગળના કાચા રસ્તા પર સ્કોર્પિયો અને એક્સેસ મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાતાં એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે પંચકોશી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ, જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં ભોળેશ્વર સોસાયટીમાં રહેતા અજયસિંહ યોગેન્દ્રસિંહ વાળાના મોટા ભાઈ રામદેવસિંહ તા. 20 ઓક્ટોબરની રાત્રે આશરે 2:15 વાગ્યે સેવન સિઝન્સ રિસોર્ટ, લાખાબાવળ પાસેથી પોતાની એક્સેસ મોટરસાઇકલ નંબર જીજે-10-ડીએચ-8838 લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ગોળાઈવાળા કાચા રસ્તા પર સામેથી આવતી કાળા રંગની નવી મહિન્દ્રા સ્કોર્પિયો-એનના ચાલક યશપાલસિંહ અખુભા જાડેજાએ પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ગાડી ચલાવી મોટરસાઇકલને ટક્કર મારી હતી. અકસ્માતમાં રામદેવસિંહને જમણા પગ અને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ બનાવ અંગે તા. 21 ઓક્ટોબરના રોજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 281, 125(એ), 125(બી) તથા મોટર વાહન અધિનિયમની કલમ 177 અને 184 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પંચકોશી ‘બી’ ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.