Get The App

જામનગરમાં 600 ઇલેક્ટ્રિશિયન, 280 પ્લમ્બરો દ્વારા પાસ મેળવવા માટે કરાઇ અરજી

Updated: Apr 22nd, 2020

GS TEAM

Google News
Google News
જામનગરમાં 600 ઇલેક્ટ્રિશિયન, 280 પ્લમ્બરો દ્વારા પાસ મેળવવા માટે કરાઇ અરજી 1 - image

જામનગર, તા. 22 એપ્રીલ 2020, બુધવાર

જામનગર જિલ્લામાં લોક ડાઉનની અમલવારી દરમિયાન ઇલેક્ટ્રિશિયન તેમજ પ્લમ્બર ને છૂટછાટ અપાતા તેના પાસ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાનું જણાવ્યું હોવાથી જામનગર શહેર અને જિલ્લામાં 600 જેટલા લોકોએ ઇલેક્ટ્રિશિયન માટે અને 280 પ્લમ્બર દ્વારા પાસ મેળવવા માટે અરજી કરવામાં આવી છે.

જામનગરના જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ દ્વારા લોક ડાઉન ની અમલવારી દરમિયાન જરૂરી પાસ મેળવવા માટે જન સારથી એપ્લિકેશન તૈયાર કરાઈ છે. જેમાં લોક ડાઉન દરમિયાન મુક્તિ મેળવવા માટે ઈલેક્ટ્રીશીયન તેમજ પ્લમ્બર ને છૂટ અપાઇ હોવાથી ગઈ કાલે પ્રથમ દિવસે ઇલેક્ટ્રિશિયન માટે 600 અરજીઓ આવી છે.

આ ઉપરાંત પ્લમ્બર માટે 280 પાસ મેળવવા માટેની અરજી આવી છે. અને તમામ અરજીઓનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ની કચેરીમાંથી તેઓના પાસ ઇસ્યુ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

આ ઉપરાંત શહેરમાંથી ઈલેક્ટ્રીક નો માલ સામાન મેળવવા માટે પણ મંજૂરી માંગવામાં આવી હતી અને જે અંગે નું કેન્દ્ર સરકારનું નવું જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. જેના આધારે જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જીલ્લા મા ઇલેક્ટ્રિકના માલ-સામાનનું વેચાણ કરતી દુકાનો ખુલ્લી રાખવા માટે નું સુધારાનું જાહેરનામું પ્રસિધ્ધ કરવાની તૈયારી હાથ ધરવામાં આવી રહી છે.

Tags :