સુરત થી જામનગરમા ઘુસી આવેલા વધુ એક શખ્સ સામે ગુનો નોંધાયો
જામનગર, તા.5 મે 2020, મંગળવાર
જામનગરના બેડી વિસ્તારમાં રહેતો એક શખ્સ ખટારામાં લપાતો છુપાતો પોલીસની નજર ચૂકવી જામનગરમાં ઘૂસી આવ્યો હોવાથી બેડી મરીન પોલીસે તેને શોધી કાઢયો છે, અને તેની સામે જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો છે.
જામનગરના બેડી વિસ્તારમાં રહેતો અબ્બાસ સુલેમાન સોઢા નામનો શખ્સ કે જે જામનગર થી સુરત ગયા પછી કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર સુરતથી છૂપી રીતે ખટારામા કટકે-કટકે આવીને જામનગરમાં ઘૂસી ગયો હતો, અને તેનું મેડિકલ ચેકઅપ પણ કરાયું ન હતું.
આ બનાવ અંગે બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફને જાણ થતા તેની અટકાયત કરી લીધી છે. અને તબીબની ટીમને બોલાવી સુપ્રત કરી દીધો છે. જેને કોરોન્ટાઈન કરાયો છે. જેની સામે જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.