Get The App

જામનગર જિલ્લામાં લોક ડાઉન-2ના પ્રથમ દિવસે પોલીસ દ્વારા વધુ 39 FIR દાખલ: 60ની અટકાયત

Updated: Apr 16th, 2020

GS TEAM

Google News
Google News
જામનગર જિલ્લામાં લોક ડાઉન-2ના પ્રથમ દિવસે પોલીસ દ્વારા વધુ 39 FIR દાખલ: 60ની અટકાયત 1 - image

જામનગર, તા. 16 એપ્રીલ 2020, ગુરુવાર

જામનગર શહેર અને જિલ્લામાં લોક ડાઉન-1નાં 21 દિવસ પુરા થયા પછી ગઈકાલે લોક ડાઉન-2ના પ્રથમ દિવસે જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ વધુ 39 એફ આઈ આર દાખલ કરવામાં આવી છે અને 60 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 968 આઇઆર દાખલ થઈ ચૂકી છે.

જામનગર જિલ્લામાં લોક ડાઉન-1 દરમિયાન 21 દિવસના સમયગાળામાં પોલીસ દ્વારા 929 ફાયર દાખલ કરવામાં આવી હતી અને લોક ડાઉનનો ભંગ કરનારા 643 શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી હતી.

જે લોક ડાઉન-1ના સમયગાળા પછી ગઈકાલથી લોક ડાઉન-2નો સમયગાળો શરૂ થઇ ગયો છે અને તેના પ્રથમ દિવસે જામનગર શહેર અને જિલ્લામાં લોક ડાઉન નો ભંગ કરનારાઓ સામે અવિરત કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. ગઈકાલે પ્રથમ દિવસે 60 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે અને તમામ સામે 39 FIR દાખલ કરવામાં આવી છે. જામનગર શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં 968 એફઆઈઆર દાખલ થઈ ચૂકી છે. જ્યારે 703 લોકોની અટકાયત કરવામાં આવી છે.
Tags :