જામનગરમાં દિગ્જામ સર્કલ નજીકની રેલવે લાઇન પરથી અજ્ઞાત યુવાનનું ટ્રેન હેઠળ કપાઈ જતાં અપમૃત્યુ
image : Freepik
જામનગર,તા.12 ઓગષ્ટ 2023,શનિવાર
જામનગરમાં દિગજામ સર્કલ નજીક આવેલી રેલવે લાઇન પરથી ગઈકાલે મોડી રાત્રે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ સાંપડ્યો છે. અને કોઈપણ ટ્રેન હેઠળ કપાઈ જતાં તેનું મૃત્યુ નીપજયું છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક દિગજામ સર્કલ પાસે આવેલી રેલવે ટ્રેક પરથી ગઈકાલે મોડી રાત્રિના 4 વાગ્યાના અરસામાં 30 વર્ષની વયના એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો, અને ટ્રેનની ઠોકરે કપાઈ જવાના કારણે તેનું મૃત્યુ નિપજ્યું હતું.
જે બનાવ અંગે વિરમભાઈ નાગજીભાઈ પરમારે પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહનો અને કબજો સંભાળ્યો છે, અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.