જામનગર નજીકના સિક્કાના દરિયામાં લાંગરેલી વિદેશી શિપમા ક્રૂ મેમ્બરનો આકસ્મિક મૃત્યુ
- બેડી મરીન પોલીસે પેનલ તબીબો મારફતે પોસ્ટમોર્ટમ કરાવ્યું: મૃતદેહ મુંબઈ મોકલાવ્યો
જામનગર, તા. 21 માર્ચ 2020 શનિવાર
જામનગર નજીક સિક્કાના દરિયામાં લાંગરેલી ગ્રીસ દેશની એક શિપમાં ક્રુ મેમ્બર તરીકે કામ કરતા લિમપેરા ક્રિશ નિકોલસ નામનાં ગ્રીસ દેશના 58 વર્ષના ક્રૂ મેમ્બરને ડાયાબિટીસની બીમારી હોવાથી અને ગરદન પાછળ ઇન્ફેક્શન થઈ ગયું હોવાથી બીમાર પડતા શિપમાં જ તેનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગે જામનગરના શિપિંગ કંપનીના એજન્ટ જોબિન થોમસ વર્ગીસે પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં તબીબોની પેનલ મારફતે પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું.
જોકે તેનું કુદરતી રીતે મૃત્યુ થયાનો અભિપ્રાય આપ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો સોંપી દેતા મૃતદેહને સ્પેશિયલ કોફીન મારફતે મુંબઈ લઈ જવાયા છે અને ત્યાંથી તેના દેશ ગ્રીસમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરાશે.