Get The App

જામનગર: લાલપુર તાલુકાના ખટિયા નજીક કાર રોડથી નીચે ઉતરી જતાં ગમખ્વાર અકસ્માત

- કારચાલક તથા અન્ય એક મહિલાને ઇજા: જ્યારે કાર ચાલકના વૃદ્ધ માતાનું કરૂણ મૃત્યુ

Updated: Jul 31st, 2020

GS TEAM

Google News
Google News
જામનગર: લાલપુર તાલુકાના ખટિયા નજીક કાર રોડથી નીચે ઉતરી જતાં ગમખ્વાર અકસ્માત 1 - image


જામનગર, તા. 31 જાન્યુઆરી 2020 શુક્રવાર

જામનગર લાલપુર ધોરીમાર્ગ પર ખટીયા ગામના પાટિયા પાસે એક કાર અકસ્માતે રોડથી નીચે ઉતરી જતા કારના ચાલક તથા કારમાં બેઠેલી અન્ય એક મહિલાને નાની મોટી ઈજા થઈ હતી, જ્યારે કારના ચાલક ના વૃદ્ધ માતા પણ ગંભીર રૂપે ઘાયલ થયા હતા, અને તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.

આ ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત એવી છે કે, જામનગર માં પ્રગતિ પાર્ક શેરી નંબર 2 માં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરતા રમેશભાઈ ઘેલાભાઈ હિરપરા નામના 41 વર્ષના વેપારી ગઈકાલે બપોરે સાડા બારેક વાગ્યાના અરસામાં પોતાની કારમાં વૃદ્ધ માતા રૂકમણીબેન ઘેલાભાઈ હિરપરા (70)ને બેસાડીને ખરખરાના કામે જામનગર થી નંદાણા ગામે ગયા હતા, જ્યાં કાર્ય પૂર્ણ કરીને નંદાણા થી વનીતાબેન નામના અન્ય એક મહિલાને લિફ્ટ આપી ને જામનગર પરત ફરી રહ્યા હતા.

દરમિયાન લાલપુર તાલુકાના ખટીયા ગામ પાસે પહોંચતા પાછળથી કોઈ ભારે વાહને કારને ટક્કર મારી દેતા પોતે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી બેઠા હોવાથી કાર રોડ પરથી ઉતરીને ડિવાઈડર તોડીને નીચે ખાબકી હતી. 

જે અકસ્માતમાં ત્રણયને ઇજા થઇ હતી અને સારવાર માટે 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન રમેશભાઈના માતા રૂક્ષ્મણીબેન ઉંમર (70)નું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

જ્યારે રમેશભાઈ તથા વનીતાબેન સારવાર હેઠળ છે. આકસ્માત ના બનાવ અંગે પોલીસને જાણ કરાતાં લાલપુર પોલીસે મણીબેન ના મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને અકસ્માતના બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

Tags :