જામનગરમાં ગુરૂદ્વારા ચોકડી પાસે રેતી ભરેલું ડમ્પર કેનાલમાં ખાબકયું: ચાલકનો બચાવ
જામનગર, તા. 9 મે 2020 શનિવાર
જામનગરમાં ગુરૂદ્વારા ચોકડી નજીક આજે સવારે એક રેતી ભરેલું ડમ્પર અકસ્માતે તળાવની વેસ્ટ વિઅરની કેનાલમાં ખાબકયું હતું. સદભાગ્યે તેનો ચાલક કેબિનમાંથી બહાર નીકળી જતા બચાવ થયો હતો.
જામનગરમાં ગુરુદ્વારા ચોકડી નજીક આજે સવારે રેતી ભરેલું એક ડમ્પર તેના ચાલકની બેદરકારીના કારણે તળાવની વેસ્ટ વિઅરની ખુલ્લી કેનાલમાં ખાબકયું હતું. સદભાગ્યે કેબિનનો ભાગ બહાર રહીં ગયો હોવાથી ડમ્પર ચાલક કેબિનમાંથી બહાર નીકળી ગયો હતો, અને તેનો બચાવ થયો હતો.
આ બનાવ અંગે પોલીસને જાણ થતા એક પોલીસ ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અને આગળની તપાસ ચલાવી રહી છે. આ બનાવને લઈને તળાવની વેસ્ટ વિઅર ની કેનાલ ને પણ નુકસાન થયું છે. જામનગર મહાનગરપાલિકાની ટુકડી પણ ઉપરોકત સ્થળે પહોંચી ગઇ છે અને સર્વે કરી રહી છે.