Jamnagar

જામનગર નજીક ખીમરાણા બસ સ્ટેન્ડ પાસેથી ટ્રકમાં લઈ જવાતો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

By GS Team
31 Oct 20262 mins read
TukuTouch Logo
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ખીમરાણા ગામ પાસે પંચકોશી-એ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ટ્રકમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે મધ્યપ્રદેશ બનાવટની 14 બોટલ, 83 ચપટા અને 11 બિયર ટીન સહિત કુલ રૂ. 17,500નો દારૂ અને રૂ. 10 લાખનો ટ્રક કબજે કર્યો છે. પોલીસે જામનગરના જુમાભાઈ નાયાણી (ઉં.વ. 50)ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક ખીમરાણા બસ સ્ટેન્ડ પાસેથી ટ્રકમાં લઈ જવાતો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

Jamnagar Liquor Raid : જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ખીમરાણા ગામના બસ સ્ટેન્ડ પાસે વાહન ચેકિંગ દરમિયાન પંચકોશી-એ પોલીસને વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. પોલીસે મધ્યપ્રદેશ બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો, પ્લાસ્ટિકના ચપટા અને બિયરના ટીન સહિતનો જથ્થો ટ્રકમાંથી ઝડપી લઈ ટ્રકચાલકની ધરપકડ કરી છે. પોલીસે દારૂના જથ્થા અને ટ્રક સહિત કુલ રૂ.10,17,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.
બનાવની વિગત મુજબ પંચકોશી-એ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખીમરાણા ગામના બસ સ્ટેન્ડ પાસે વાહન ચેકિંગમાં હતો ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે જીજે-10-ટીએક્સ-5838 નંબરના ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને લઈ જવામાં આવી રહ્યો છે. જેના આધારે પોલીસે બે પંચોને સાથે રાખી વોચ ગોઠવી હતી. દરમિયાન સાંજે 7:15 વાગ્યે બાતમીવાળો ટ્રક પસાર થતાં તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી. ટ્રકની કેબિનમાં ડ્રાઇવરની સીટ નીચેથી પ્લાસ્ટિકનું બાચકું મળી આવ્યું હતું, જેમાંથી અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
પોલીસે તપાસ કરતા વિદેશી દારૂની 14 બોટલ, 83 ચપટા અને બિયરના 11 ટીન મળી કુલ રૂ.17,500નો દારૂ કબજે કરવામાં આવ્યો હતો. દારૂનો જથ્થો રાખવા અંગે ટ્રકચાલક પાસે પાસ-પરમિટ માગતાં તેની પાસે ન હોવાનું ખુલ્યું હતું.
પોલીસે ટ્રકચાલક જામનગરના ધરારનગર-૨ વિસ્તારમાં ઇન્ડિયા બેકરી સામે રહેતા જુમાભાઈ ગુલમામદભાઈ નાયાણી (ઉંમર 50)ની ધરપકડ કરી છે. દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલો રૂ.10 લાખની કિંમતનો ટ્રક પણ કબજે કરી પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(6), 116(બી) અને 98(2) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.