જામનગર જિલ્લા જેલના કાચા કામના કેદીનું બીમારી સારવાર દરમિયાન મૃત્યુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગરની જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલા મૂળ રાજકોટના 38 વર્ષીય અલ્તાફહુસેન આબીદહુસેન નકવીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. બે દિવસ પહેલાં જેલમાં આંચકી આવ્યા બાદ તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થતાં પોલીસ દ્વારા અપમૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, અલ્તાફહુસેન નકવી જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે હતો. ગત તા. 19 નવેમ્બરના રોજ સવારે આશરે છ વાગ્યાના અરસામાં તેને જિલ્લા જેલમાં આંચકી આવતાં તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલના પ્રિઝનર વોર્ડમાં તેની સારવાર ચાલી રહી હતી. દરમિયાન તા. 21 નવેમ્બરના રોજ સવારે આશરે નવ વાગ્યે તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના સગા અકીલ અબ્બાસ આબીદહુસેન નકવીની જાણના આધારે સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અપમૃત્યુ અંગે નોંધ કરવામાં આવી છે. તબીબોની પેનલ મારફતે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




