Get The App

જામનગરમાં લોક ડાઉન નો ભંગ કરનારાઓને રોકવા માટે પોલીસનો નવતર પ્રયોગ

- તમામ આડી શેરી ગલીઓમાં વાહન ચાલકો ને રોકવા વાંસડા-બામ્બૂ ની આડસો ફીટ કરી દેવાઇ

- શહેરના તમામ મુખ્ય માર્ગો પર ફરજ બજાવતા પોલીસ કર્મીઓ માટે તમામ પોઇન્ટ ઉપર છાવણી ઊભી કરાઈ

Updated: Apr 11th, 2020

GS TEAM

Google News
Google News
જામનગરમાં લોક ડાઉન નો ભંગ કરનારાઓને રોકવા માટે પોલીસનો નવતર પ્રયોગ 1 - image

જામનગર, તા. 11 એપ્રીલ 2020, શનિવાર

જામનગર શહેર અને જિલ્લામાં લોક ડાઉન ની અમલવારી ચાલી રહી છે ત્યારે જામનગર શહેરમાં જાહેર માર્ગો પર જુદા જુદા પોઇન્ટ પર ફરજ બજાવી રહેલા પોલીસ કર્મચારીઓને તડકાથી રાહત મળે તે માટે તમામ મુખ્ય પોઈન્ટ ઉપર છાવણી ઊભી કરી દેવામાં આવી છે.

ઉપરાંત લોક ડાઉન ના સમયગાળા દરમિયાન અનેક લોકો મુખ્ય પોઇન્ટ ના બદલે આડીઅવળી શેરીઓમાંથી પસાર થઈ જતા હોવાથી પોલીસ તંત્ર દ્વારા આવી તમામ શેરી ગલીઓમાં બાબુના વાંસડા ફીટ કરી આડશ ઉભી કરી દેવામાં આવી છે. અને માત્ર મુખ્ય માર્ગ પર ની ચેક પોસ્ટ ખુલ્લી રાખવામાં આવી છે. જેથી લોક ડાઉન નો ભંગ કરીને નીકળનારાઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.

જામનગર શહેર અને જિલ્લામાં લોક ડાઉન ચાલી રહ્યું છે જેના આજે અઢારમા દિવસે પોલીસ તંત્ર દ્વારા સખ્તાઈ વર્તવામાં આવી રહી છે. લોકો ઘરની બહાર નીકળવા માટે ના નવા નવા નુસ્ખાઓ અથવા તો બહાનુ બતાવી રહ્યા છે. જેની સામે પોલીસ પણ દિનપ્રતિદિન નવા નવા પગલાઓ ભરતા જાય છે.

જામનગર શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે પરંતુ શહેરની અનેક નાની-મોટી ગલીઓમાંથી લોકો રસ્તો કાઢીને પોતાના વાહનો લઇને નીકળી જતા હોવાથી પોલીસ તંત્રએ વધુ કડક પગલાં ભર્યા છે.

જામનગરના જિલ્લા પોલીસ વડા દ્વારા આ મામલે નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે શહેરની તમામ નાની-મોટી શેરી ગલીઓ ના નાકે બામ્બુ -વાંસડાની આડ્સ ફીટ કરી દેવામાં આવી છે અને આડી શેરી ગલીઓને બદલે એક માત્ર મુખ્ય રોડ ચાલુ રાખવામાં આવ્યો છે. જેથી પોલીસને ચકમો આપીને નાસી જનારા વાહનચાલકો માટે તમામ આડશો ઉભી કરી દઈ માત્ર મુખ્ય રોડ પરથી જ પસાર થવાની ફરજ પાડવામાં આવી રહી છે.

આ ઉપરાંત જામનગર શહેરના તમામ મુખ્ય માર્ગો ઉપર જુદા જુદા પોઇન્ટ બનાવવામાં આવ્યા છે. જે તમામ સ્થળોએ ત્રણથી ચાર પોલીસ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે જેમાં પોલીસના ભાઈઓ અને પોલીસ બહેનો ઉપરાંત ટ્રાફિક બ્રિગેડ, હોમગાર્ડના જવાનો અને એનસીસીના કેડેટસ વગેરેનો સમાવેશ થાય છે.

જે તમામને તડકાથી બચવા માટે નું આવરણ મળી રહે તે માટે તમામને તડકાથી બચવા માટે નું આવરણ મળી રહે તે માટે તમામ પોઇન્ટ પર મંડપ ઉભો કરી દેવાયો છે. અથવા તો તડકાથી બચવા માટેની છાવણી ઊભી કરી દેવામાં આવી છે. જે તમામ સ્થળોએ વાહનોનું કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. લોક ડાઉન ના છેલ્લા ચાર દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકો વિના કારણે ઘરમાંથી બહાર ન નીકળે તે અંગે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Tags :