જામનગરમાં જમવાનું ન બન્યું હોવાની બાબતે પત્ની સાથે બોલાચાલી બાદ આધેડે જીવન ટૂંકાવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : જામનગરના મારવાડીવાસ વિસ્તારમાં જમવાનું તૈયાર ન હોવાની બાબતે પત્ની સાથે થયેલી બોલાચાલી બાદ એક આધેડે પોતાના ઘેર પ્લાસ્ટિકની દોરી વડે ગળે ફાંસો ખાઈ લઇ આપઘાત કરી લેતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
પોલીસમાં જાહેર થયેલી વિગતો મુજબ, મારવાડીવાસમાં સુલભ શૌચાલય પાસે ઝૂંપડામાં રહેતા ગંગારામ ધીરાભાઈ પરમાર (ઉ.વ.50) ગત તા.30ના બપોરે ઘરે જમવા આવ્યા હતા. તે સમયે તેમની પત્ની કચરો વીણવા માટે બહાર ગઈ હોવાથી ઘરે જમવાનું તૈયાર થયું ન હતું. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આધેડે આઘાતમાં આવી આપઘાત કરી લેતાં તેમનું મૃત્યુ થયું હતું.
બનાવ અંગે મૃતકના પુત્ર નવઘણભાઈ ગંગારામ પરમારે સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




