Jamnagar

જામનગરના દીગજામ સર્કલ પાસેથી નશાની હાલતમાં એક શખ્સ પોલીસના હાથે ઝડપાયો

By GS Team
22 Oct 20261 min read
TukuTouch Logo
જામનગરના દીગજામ સર્કલ નજીક દેવભૂમિ દ્વારકાના એક શખ્સ સામતભાઈ મોઢવાડિયા નશાની હાલતમાં મળી આવતાં સિટી સી-ડિવિઝન પોલીસે તેની ધરપકડ કરી છે. પીસીઆર-112 ટીમે બપોરે 12:45 વાગ્યે તેને રોકતાં તે પોલીસ સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. તપાસમાં તેની પાસે દારૂ પીવાની પરમિટ ન હોવાથી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના દીગજામ સર્કલ પાસેથી નશાની હાલતમાં એક શખ્સ પોલીસના હાથે ઝડપાયો

Jamnagar: જામનગર શહેરના દીગજામ સર્કલ નજીક નશાની હાલતમાં મળી આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક શખ્સ સામે સિટી સી-ડિવિઝન પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

પોલીસ ફરિયાદ મુજબ, સિટી સી-ડિવિઝન પોલીસ મથકના કોન્સ્ટેબલ હરપાલભાઈ પુંજાભાઈ ખુમાણ તથા પીસીઆર-112ની ટીમ ફરજ પર હતી. દરમિયાન બપોરે પોણા એક વાગ્યાના અરસામાં દીગજામ સર્કલ પાસેથી પસાર થતાં એક શખ્સ નશાની હાલતમાં જોવા મળ્યો હતો. પોલીસે વાહન ઊભું રાખી તેની પૂછપરછ કરતાં તે પોલીસ સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો.આ શખ્સને પોલીસ મથકે લઈ જઈ પંચોની હાજરીમાં પૂછપરછ કરતાં તેની ઓળખ સામતભાઈ દેવાભાઈ મોઢવાડિયા (ઉં.વ. 38, રહે. ચાંદવાડા ગામ, તા. કલ્યાણપુર, જિ. દેવભૂમિ દ્વારકા) તરીકે થઈ હતી.

પોલીસ ફરિયાદ અનુસાર, શખ્સના મોઢામાંથી કેફી પીણાની તીવ્ર વાસ આવતી હતી અને તેની આંખો લાલ જોવા મળી હતી. ઉપરાંત તે શરીરનું સંતુલન પણ જાળવી શકતો ન હતો. તેની પાસે કેફી પીણું પીવાની કોઈ પરમિટ નહીં હોવાનું જાણવા મળતાં પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)(બી) તથા 85 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.