જામજોધપુર: મહીકી ગામમાં રહેતી એક યુવતીનો પ્રેમમાં નિષ્ફળ જતા ઝેર પી લઇ આપઘાત
- પાટણ ગામ માં રહેતા પ્રેમી એ પ્રેમસંબંધ તોડી નાખતા માનસિક સમતુલા ગુમાવી દીધા પછી ભરેલું પગલું
જામનગર, તા. 24 એપ્રીલ 2020, શુક્રવાર
જામજોધપુર તાલુકાના મહીકી ગામ માં રહેતી મીરાબેન મનસુખભાઈ ગાંગડીયા નામની ૨૦ વર્ષની અપરિણીત યુવતી એ આજે વહેલી સવારે સાડા ચારેક વાગ્યાના અરસામાં પોતાની વાડીએ જઈ જંતુનાશક દવા પી લેતા વિપરીત અસર થવાથી તેનું મૃત્યુ છે.
આ બનાવ અંગે મૃતક ના પિતા મનસુખભાઈ ગાંગડીયા એ પોલીસને જાણ કરતા જામજોધપુર પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબ્જો સંભાળ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક મીરાબેન ને પાટણ ગામમાં રહેતા રવિ ભાઈ સરવૈયા નામના યુવક સાથે એકાદ વર્ષ પહેલાં પ્રેમસંબંધ હતો, અને તે પ્રેમ સંબંધ તૂટી જતા તેણીને માનસિક અસર થઇ ગઇ હતી, અને તેના કારણે જિંદગીથી તંગ આવી જઇ આ પગલું ભરી લીધું હોવાનું જણાવાયું હતું. આ મામલે જામજોધપુર પોલીસ વધુ તપાસ ચલાવે છે.