જામનગરમાં પતિ અને સાસુ સામે એક મહિલાને ત્રાસ આપ્યાનો ગુન્હો નોંધાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગરના ખોજાગેટ વિસ્તારમાં મદિના મસ્જિદ પાસે ચાકીવાડમાં રહેતી ૨૨ વર્ષીય પરિણીતાએ પોતાના પતિ અને સાસુ સામે માનસિક ત્રાસ, ગાળો ભાંડવા અને ઘરમાંથી કાઢી મૂકવા અંગે સીટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ખોજાગેટ, લાલખાણ, મદિના મસ્જિદ પાસે રહેતી તમન્નાબેન સાહિલભાઈ ખફીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના લગ્ન આશરે ત્રણ વર્ષ પહેલાં સાહિલ સલીમભાઈ ખફી સાથે થયા હતા. લગ્ન બાદ પતિ સાહિલ અને સાસુ રૂકસાનાબેન સલીમભાઈ ખફી નાની-નાની બાબતોમાં ઝઘડા કરી ગાળો ભાંડતાં, મેણાં-ટોણાં મારતાં અને માનસિક ત્રાસ આપતાં હોવાનો આક્ષેપ કરાયો છે.
ફરિયાદ મુજબ, પતિએ તેમને ઘરમાંથી કાઢી મૂકી ફરી ઘરમાં પ્રવેશવા ન દેતાં તેમણે ફિનાઇલ પી લીધું હતું. આ બનાવ અંગે પતિ સાહિલ સલીમભાઈ ખફી અને સાસુ રૂકસાનાબેન ખફી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 85, 352 અને 54 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
જામનગર મહિલા પોલીસ મથકના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.પી. જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.




