Jamnagar

જોડીયા તાલુકાના કેશિયા ગામે 55 વર્ષીય મહિલાનું અચાનક તબિયત બગડતાં અપમૃત્યુ

By GS Team
11 Oct 20261 min read
TukuTouch Logo
જામનગરના જોડીયા તાલુકાના કેશિયા ગામે 55 વર્ષીય ચંદ્રીકાબેન ગોધાણી પટેલનું અચાનક અવસાન થયું. 10 ઓક્ટોબરે સવારે 8 વાગ્યે તબિયત બગડતાં ઊલટીઓ થઈ હતી. તેમને ધ્રોલ સરકારી હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં તબીબે હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાનું જાહેર કર્યું. પતિ રમેશભાઈએ જાણ કરતાં જોડીયા પોલીસે અપમૃત્યુની નોંધ કરી, અને હેડ કોન્સ્ટેબલ બી.એચ. લાંબરીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જોડીયા તાલુકાના કેશિયા ગામે 55 વર્ષીય મહિલાનું અચાનક તબિયત બગડતાં અપમૃત્યુ

Jamnagar: જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના કેશિયા ગામમાં રહેતી 55 વર્ષીય મહિલાનું અચાનક તબિયત બગડ્યા બાદ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે જોડીયા પોલીસ સ્ટેશનમાં અપમૃત્યુની નોંધ કરવામાં આવી છે.

પોલીસના રિપોર્ટ મુજબ, કેશિયા ગામે રહેતાં ચંદ્રીકાબેન રમેશભાઈ ગોધાણી પટેલ (ઉ.વ. 55)ની તા. 10 ઓક્ટોબરના રોજ સવારે આશરે 8:00 વાગ્યે અચાનક તબિયત બગડી હતી અને તેમને ઊલટીઓ થવા લાગી હતી. ત્યારબાદ તેમને ધ્રોલની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં.

હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ કરતાં હૃદયરોગનો હુમલો આવવાના કારણે તેમનું મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે તેમના પતિ રમેશભાઈ દામજીભાઈ ગોધાણી પટેલે પોલીસમાં જાહેર કરતાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 194 હેઠળ જોડીયા પોલીસ સ્ટેશનમાં અપમૃત્યુની નોંધ કરવામાં આવી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.એચ. લાંબરીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.