જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં 42 વર્ષીય પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં કોળીના ડેલા પાસે રહેતી ૪૨ વર્ષીય પરિણીતાએ પોતાના રહેણાક મકાનમાં ગળાફાંસો ખાઈ લેતાં તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે સીટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ, હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતાં ભીમજીભાઈ મનજીભાઈ ઝિંઝુવાડિયાની પત્ની વર્ષાબેન (ઉંમર 42) છેલ્લા એક વર્ષથી શ્વાસની બીમારીથી પીડાતાં હતાં. તેમનું લોહીનું પ્રમાણ પણ ઘટી જતું હોવાનું જણાવાયું છે. દરમિયાન તા. 21 ઓક્ટોબરના રોજ સવારે આશરે 8:30 વાગ્યે તેમણે પોતાના રહેણાક મકાનમાં ઓઢણી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું.
આ બનાવ અંગે તેમના પતિ ભીમજીભાઈએ પોલીસને જાણ કરતાં સીટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 194 મુજબ નોંધ કરવામાં આવી છે. પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.




