Jamnagar

કાલાવડમાંથી 26 વર્ષીય ભાયાભાઈ માલાણી નામનો યુવાન એકાએક ગુમ થયો

By GS Team
22 Oct 20261 min read
TukuTouch Logo
જામનગરના કાલાવડ ટાઉનની શીતલા કોલોનીમાંથી 26 વર્ષીય ભાયાભાઈ પોલાભાઈ માલાણી (ગઢવી) ગુમ થયા છે. તેઓ 17 ઓક્ટોબર, 2026ના રોજ સવારે 8 વાગ્યે ઘરેથી નીકળી ગયા બાદ પરત ફર્યા નથી. માલઢોરનો વ્યવસાય કરતા ભાયાભાઈએ બદામી શર્ટ અને કબૂતરી પેન્ટ પહેર્યું હતું. તેમની પત્નીએ કાલાવડ ટાઉન પોલીસ મથકે જાણવાજોગ નોંધ કરાવી છે. કોઈને જાણકારી હોય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ.

Summarized by AI; it may make mistakes. Check important info

કાલાવડમાંથી 26 વર્ષીય ભાયાભાઈ માલાણી નામનો યુવાન એકાએક ગુમ થયો

Jamnagar: જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનની શીતલા કોલોનીમાં રહેતા 26 વર્ષીય ભાયાભાઈ પોલાભાઈ માલાણી (ગઢવી) તા. 17 ઓક્ટોબરના રોજ સવારના આશરે આઠ વાગ્યાના અરસામાં ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વગર નીકળી ગયા બાદ પરત ન ફરતાં તેમની પત્નીએ કાલાવડ ટાઉન પોલીસ મથકમાં જાણવાજોગ નોંધ કરાવી છે.

પોલીસમાં જાહેર કરાયેલી વિગતો મુજબ, શીતલા કોલોની, કાલાવડ ખાતે રહેતા ભાયાભાઈ માલાણી માલઢોરનો વ્યવસાય કરે છે. તેઓ તા. 17 ઓક્ટોબર, 2026ના રોજ સવારના આઠ વાગ્યાના અરસામાં ઘરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ પરિવારજનો દ્વારા શોધખોળ કરવા છતાં તેઓનો પત્તો લાગ્યો ન હતો.

ગુમ થનાર ભાયાભાઈ માલાણીની ઉંમર 26 વર્ષ, વર્ણ શ્યામ, ઊંચાઈ આશરે પાંચ ફૂટ ચાર ઇંચ છે. ઘરેથી નીકળ્યા ત્યારે તેમણે બદામી રંગનો શર્ટ અને કબૂતરી રંગનું પેન્ટ પહેર્યું હતું.

આ અંગે તેમની પત્ની લક્ષ્મીબેન ભાયાભાઈ માલાણીએ કાલાવડ ટાઉન પોલીસ મથકમાં તા. 21 ઓક્ટોબર, 2026ના રોજ જાણવાજોગ ગુમ નોંધ કરાવી છે. ગુમ થયેલા ભાયાભાઈ અંગે કોઈને જાણકારી મળે તો નજીકના પોલીસ મથકનો સંપર્ક કરી પરિવારને મદદરૂપ થવા અપીલ કરવામાં આવી છે.