જામનગરમાં જાહેરમાં જુગાર રમતાં 6 શખ્સો પકડાયા
જામનગર,તા.23 નવેમ્બર 2022,બુધવાર
જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં જાહેરમાં જુગારરમતાં છ શખ્સોને સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રૂા. 14400 ની રોકડ રકમ જપ્ત કરી જુગારધારા કલમ 12 મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સુત્રોએ જાહેર કરેલ વિગતો મુજબ જામનગર શહેરના નવાગામ ઘેડ, માડમ ફળી, રામાપીરના મંદિરની બાજુમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી બી ડીવીઝન પોલીસે દરોડો પાડતાં જાહેરમાં રોનપોલીસનો જુગાર રમતાં મનીષ સુરેશભાઈ મકવાણા, તેજસીંગ કુંવરસિંમગ રાજબાર, વિશાલ રાઠોડ, હરીશ પાડાવદરા, વિજય વાઘેલા, નાગજી પરમારને રંગે હાથ ઝડપી તેમની પાસેથી રૂા. 14400 ની રોકડ રકમ જપ્ત કરી જુગારધારા કલમ 12 મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.