જામનગર શહેર-જિલ્લામાં શ્રાવણી જુગારની જમાવટ: વધુ 10 સ્થળે દરોડા
- 4 મહિલા સહિત 51 શખ્સોની અટકાયત : રૂા. 1.26 લાખની રોકડ રકમ કબ્જે કરાઈ
જામનગર,તા.02 સપ્ટેમ્બર 2023,શનિવાર
જામનગર શહેર તેમજ જિલ્લામાં પોલીસ દ્વારા જુગાર અંગેના દરોડા પાડવાની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે. ત્યારે ગઈકાલે જામનગર શહેર તેમજ કાલાવડ, ધ્રોલ અને જોડિયા અને જામજોધપુર સહિત દસ સ્થળોએ જુગારના દરોડા પાડી ચાર મહિલા સહિત 51 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે બે શખ્સો નાસી જતાં તેઓને ફરાર જાહેર કર્યા છે. આ દરોડામાં કુલ રૂપિયા સવા લાખ ઉપરાંતની રોકડ કબ્જે કરવામાં આવી છે.
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ગામે સીમ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલ રઘુવીરસિંહ ઉર્ફે જનકસિંહ કિરીટસિંહ જાડેજા, શકિતસિંહ લગધીરસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ મુકેશસિંહ જાડેજા, ભૂપતસિંહ પરબતસિંહ જાડેજા, કાનભા અર્જુનસિંહ જાડેજા અને કૃષ્ણસિંહ તખતસિંહ જાડેજા સહિત છ શખ્સોની પોલીસે અટકાયત કરી તેઓ પાસેથી રોકડ રૂા.22,280 કબ્જે કર્યા હતા.
જ્યારે ધ્રોલના ખાખરા ગામે સીમ વિસ્તારમાં જુગાર રમી રહેલા જીતેન્દ્રસિંહ ઈન્દુભા જાડેજા, ભાવુભા મહાવીરસિંહ જાડેજા અને યશપાલસિંહ અજીતસિંહ જાડેજા નામના ત્રણ શખ્સોની અટકાયત કરી તેઓ પાસેથી રોકડ રૂા.11,740ની રોકડ કબ્જે કર્યા હતા. જ્યારે ધર્મેન્દ્રસિંહ જુવાનસિંહ જાડેજા તથા મફતસિંહ બળુભા જાડેજા ફરાર થઈ જતાં તેઓની શોધખોળ હાથ ધરાઈ છે.
આ ઉપરાંત જામજોધપુર ખાતે ભગવતી પરામાં જાહેરમાં જુગાર રમી રહેલ હિતેષ નરસીભાઈ ભરડવા, ઈકબાલ ઈશા, રણછોડ બાબુભાઈ પરમાર, મનિષ ડાયાભાઈ વકાતર, મનોજ રાજાભાઈ મકવાણા અને પ્રવીણ ગીરધરભાઈ કાલરીયા સહિત છ શખ્સોની અટકાયત કરી તેઓ પાસેથી રોકડ રૂા.14,790 કબ્જે કર્યા હતા.
જ્યારે જામજોધપુરમાં જ જેઠવા સોસાયટી પાસે જુગાર રમતા દીપક કરશનભાઈ કદાવલા, ભાવેશ લખુભાઈ બારાઈ, રોનક ભરતભાઈ રાઠોડ, હિરેન મુકેશભાઈ બગથરીયા અને ભૂમિ કિરીટભાઈ બગથરીયા સહિત છ શખ્સોની અટકાયત કરી તેઓ પાસેથી રોકડ રૂા.10,300 કબ્જે કરાયા હતા.
જ્યારે જોડિયા તાલુકાના કુનડ ગામ પાસે એક ખરાબા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતાં જેન્તી કરમશીભાઈ નકુમ, બચુભાઈ ગાંડુભાઈ વકાતર, નારણભાઈ ભીખાભાઈ વકાતર, શૈલેષ તરશીભાઈ કણઝારિયા, પરેશ બચુભાઈ નકુમ, હિતેષ હરજીભાઈ નકુમ અને છગન તરશીભાઈ નકુમ સહિત સાત શખ્સોની અટકાયત કરી તેઓ પાસેથી રોકડ રૂા.19,070 કબ્જે કર્યા હતા.
જ્યારે જોડિયા નજીકના આણદા ગામના પાદરમાં જાહેરમાં જુગાર રમતા સાગર ભીખાભાઈ પરમાર, નરેશ મનજીભાઈ મકવાણા, રતીલાલ શિવાભાઈ પરમાર, વિજય પુંજાભાઈ મકવાણા અને દેવશી દેવાભાઈ ઝાપડા નામના પાંચ શખ્સોની અટકાયત કરી તેઓ પાસેથી રોકડ રૂ. 2060 કબ્જે કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત કાલાવડના ખાખરિયા ગામે દલિતવાસમાં જાહેરમાં જુગાર રમતા જીવાભાઈ વશરામભાઈ સોલંકી, હસમુખ કિશોરભાઈ સોલંકી, મહેશ જીવાભાઈ સોલંકી, અનિલ બધાભાઈ સોલંકી, કિશોર વશરામ સોલંકી અને અમિત દેવજીભાઈ સોલંકી નામના છ શખ્સોની અટકાયત કરી તેઓ પાસેથી રોકડ રૂા.10,060 કબ્જે કર્યા હતા. જ્યારે જામનગર નજીકના ખાવડી ગામે આંબાવાડી વિસ્તારમાં જુગાર રમતા સતિષ ખીમાભાઈ રાઠોડ, અલ્કેશ શંકરભાઈ પરમાર અને ગજેન્દ્ર પરસોતમભાઈ પરમાર સહિત ત્રણ શખ્સોની અટકાયત કરી રોકડ રૂા.6010 કબ્જે કર્યા હતા.
જ્યારે જામનગરમાં બુરહાની પાર્ક વિસ્તારમાં આવેલ અલસફા સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતી રેશ્માબેન કાસમભાઈ બાદરાણી, વર્ષાબેન અશોકભાઈ પરમાર, રેશ્માબેન કાસમભાઈ લાખા અને અફસાનાબેન ફકીરભાઈ મંદરા નામની ચાર મહિલાઓની પોલીસે અટકાયત કરી તેમના પાસેથી રોકડ રૂા.11,520 કબ્જે કર્યા હતા.
તેમજ જામનગરમાં મહેશ્વરીનગરમાં જાહેરમાં જુગાર રમતાં વિશાલ માલશીભાઈ વઘોરા, જયેશ ઉર્ફે લીલી ડાયાભાઈ મકવાણા, નીતિન દેવાભાઈ ડગરા અને નીતિન દેવશીભાઈ પરમાર સહિત ચાર શખ્સોની પોલીસે અટકાયત કરી તેઓ પાસેથી રોકડ રૂા.18,400 કબ્જે કરવામાં આવ્યા હતા.