જામનગરમાં ઢીંચડા રોડ પર વાયુનગરમાં લુખ્ખાતત્વોનો આતંક : નજીવી બાબતે પાંચ યુવાનો પર આઠ શખ્સોનો હુમલો

જામનગર,તા.27 ડિસેમ્બર 2023,બુધવાર
જામનગરમાં ઢીચડારોડ પર વાયુનગર વિસ્તારમાં ગઈ રાત્રે લુખ્ખા તત્વો એવુંઆતંક મચાવ્યો હતો, અને ધારદાર હથિયારો સાથે ઘસી આવ્યા હતા, અને પાંચ યુવાનો પણ હુમલો કરી નાની મોટી ઈચ્છા પહોંચાડી હોવાથી તમામને જાગનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડાયા છે. આ બનાવને લઈને ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

જામનગર ઢીચડાના વાયુનગરમાં નજીવી બાબતે સોહિલ પતાણી, અસગર અખાણી, અબરારખાન, સોહિલ અખાણી અને મોઇન સાંઢ નામના યુવાનો પર હુમલો કરાયો હતો. સાત થી આઠ શખ્સો દ્વારા પાઇપ, ધોકા, છરી વડે હુમલો કરાતાં વાયુનગર વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી.
ઇજાગ્રસ્તને યુવાનોને લોહીલુહાણ હાલતમાં જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડાયા આવ્યા હતા. આ બનાવની જાણ થતાં ઢીંચડા ગામના લોકો જી.જી.હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. ત્યારબાદ સિટી-સી. ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ હોસ્પિટલમાં દોડી આવી હતી અને વધુ તપાસ શરૂ કરી છે.

