Jamnagar

જોડિયા તાલુકાના કેશિયા ગામના પાટિયા પાસેથી 45 ભેંસ-પાડાને ટ્રકમાં ક્રૂરતાપૂર્વક લઈ જવાતા પકડાયા

By GS Team
6 Nov 20261 min read
TukuTouch Logo
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કેશિયા ગામ પાસે પોલીસે 45 ભેંસ વર્ગના પશુઓને ક્રૂરતાપૂર્વક લઈ જવાતા એક ટ્રકને ઝડપી પાડ્યો છે. 5 નવેમ્બરની વહેલી સવારે નેશનલ હાઈવે પરથી પસાર થતા GJ-10-TV-6012 નંબરના ટ્રકમાં પશુઓને કોઈ સુવિધા વગર ભરવામાં આવ્યા હતા. જોકે, પોલીસને જોઈ ટ્રકચાલક અને ક્લીનર નાસી છૂટ્યા હતા. પોલીસે પશુ ક્રૂરતા નિવારણ ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જોડિયા તાલુકાના કેશિયા ગામના પાટિયા પાસેથી 45 ભેંસ-પાડાને ટ્રકમાં ક્રૂરતાપૂર્વક લઈ જવાતા પકડાયા

Jamnagar: જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં કેશિયા ગામના પાટિયા પાસે પોલીસે 45 ભેંસ વર્ગનાં પશુઓને ટ્રકમાં ક્રૂરતાપૂર્વક લઈ જવામાં આવી રહ્યાં હોવાનો બનાવ ઝડપી પાડ્યો છે. જોકે પોલીસને જોઈ ટ્રકચાલક અને ક્લીનર નાસી છૂટ્યા હતા.

જોડિયા પોલીસના કોન્સ્ટેબલ નિલેશભાઈ બાંભવાની ફરિયાદ મુજબ તા. 5 નવેમ્બરના વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં નેશનલ હાઈવે પર કેશિયા ગામના પાટિયા પાસે જીજે-10-ટીવી-6012 નંબરનો ટાટા ટ્રક પસાર થતો હતો. જેમાં કુલ 45 ભેંસ વર્ગનાં પશુઓને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવી રહ્યાં હતાં.

ટ્રકમાં પશુઓને હલનચલન કરવા માટે પૂરતી જગ્યા આપવામાં આવી નહોતી તેમજ ઘાસચારા, નીરણ કે પાણીની કોઈ વ્યવસ્થા પણ કરવામાં આવી નહોતી. પશુઓને દુઃખ અને પીડા થાય તેવી રીતે ક્રૂરતાપૂર્વક ભરવામાં આવ્યાં હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે પશુ ક્રૂરતા નિવારણ ધારા હેઠળ ટ્રકચાલક, ક્લીનર તથા તપાસમાં ખુલે તેવા અન્ય શખ્સો સામે ગુનો નોંધ્યો છે. બંને આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.