Updated: Mar 18th, 2023
જામનગર,તા.18 માર્ચ 2023,શનિવાર
ગુજરાત માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા જામનગરના પરીક્ષા કેન્દ્રમાં લેવાઈ રહેલી ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં આજે ભૂગોળનું પેપર લેવાયું હતું, જેમાં 44 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે, જ્યારે આજે પાંચમા દિવસે પણ જામનગર કેન્દ્રમાં કોઈપણ ગેરરીતીનો કેસ નોંધાયો નથી.
ગુજરાત માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવી રહેલી 12માં ધોરણની પરીક્ષામાં આજે ન્યુ કોર્સ ભૂગોળ (148) નું પેપર લેવાયું હતું. જેમાં કુલ 1954 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 44 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, અને 1910 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
જેમાં ગુજરાતી ભાષામાં 28 અને અંગ્રેજીમાં 16 સહિત કુલ 44 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આજે સતત પાંચમા દિવસે પણ જામનગર કેન્દ્રમાં કોઈ પણ કોપી કેશ નોંધાયો નથી.