મેઘપર પાસે બિનવારસુ વાહનમાંથી મળી આવી શરાબની 228 બોટલો
- દારૂ મૂકીને જનાર શખ્સની શોધખોળ
- જામનગરમાં પાનની કેબીનમાં સંતાડેલી શરાબની બોટલો કબજે
જામનગર,તા.9 ફેબ્રુઆરી 2020 રવિવાર
જામનગર જિલ્લાના જોડીયામાં મેઘપર ગામ પાસે એક વાહન બિનવારસુ હાલતમાં પડેલી છે અને તેમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો છે. તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ૨૨૮ નંગ ઈંગ્લીશ દારૂની બાટલી ના જથ્થા સાથે ની બિનવારસુ વાહન કબજે કરી લઈ દારૂ મૂકી જનાર બુટલેગરોની શોધખોળ હાથ ધરી છે. જ્યરે જામનગરમાં પમ દારુ અંગેનો દરોડો પડાયો હતો.
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના મેઘપર ગામ પાસે નંબર પ્લેટ વગરની અને બિનવારસી હાલતમાં પડેલી બોલેરોની પોલીસે બાતમીના આધારે તલાશી લેતા અંદરથી ૨૨૮ નંગ ઈંગ્લીશ દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. દારૂનો જથ્થો મૂકી જનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે. પોલીસે બોલેરો ની ચેસીસના નંબરના આધારે તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે.