જામનગર જિલ્લામાં લોક ડાઉનના 50મા દિવસે 21 એફઆઈઆર નોંધાઈ
- સમગ્ર જિલ્લામાં 50 દિવસ દરમિયાન ૧,૯૮૧ ફરિયાદ નોંધાવાઈ: 1,503 લોકોની અટકાયત
જામનગર તા ૧૩ મે 2020 બુધવાર
જામનગર શહેર અને જિલ્લામાં લોક ડાઉનની અમલવારી ચાલી રહી છે. જે દરમિયાન લોક ડાઉનના 50માં દિવસે પણ લોકો વિના કારણે ઘરમાંથી બહાર નીકળેલા અથવા તો લોકડાઉનનો ભંગ કરતા મળી આવ્યા છે. કેટલાક વેપારીઓ પણ લોક ડાઉનલોડનો સરેઆમ ભંગ કરી રહ્યા છે. જામનગર જિલ્લામાં ગઈકાલે વધુ 21 ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 50 દિવસના સમયગાળા દરમિયાન જિલ્લામાં 1981 એફઆઈઆર દાખલ થઇ છે. જે પૈકી 1,503 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે.
જામનગર શહેર અને જિલ્લામાં લોક ડાઉનની અમલવારી ચાલી રહી છે. જેના 50મા દિવસે વિના કારણે ઘરમાંથી બહાર નીકળનારા અથવા સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવનારા અને જાહેરનામાનો ભંગ કરનારા લોકો સામે 21 ગુના દાખલ કરવામાં આવ્યા છે. જેમાં 21 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ ઉપરાંત જામનગર શહેર અને જિલ્લામાં જુદી- જુદી કલમો હેઠળ 1,981 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે જે પૈકી 1,503 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે. જામનગર શહેર અને જિલ્લામાં લોક ડાઉનની અમલવારી દરમિયાન 4,831થી વધુ વાહનો પણ ડિટેઈન કરી લેવામાં આવ્યા છે.