Get The App

પ્રતિબંધિત વિસ્તાર બેટ દ્વારકા અને સલાયાના 172ને સરકારી કવોરોન્ટાઈન સેન્ટરમાં મોકલાયા

- દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના સંદર્ભે આરોગ્ય વિભાગની સક્રિય કામગીરી

Updated: May 4th, 2020

GS TEAM

Google News
Google News
પ્રતિબંધિત વિસ્તાર બેટ દ્વારકા અને સલાયાના 172ને સરકારી કવોરોન્ટાઈન સેન્ટરમાં મોકલાયા 1 - image


જામ ખંભાળિયા,  તા. 4 મે 2020 સોમવાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ ન હતો. પરંતુ અન્ય રાજ્યમાંથી અત્રે પરત ફરેલા આ જિલ્લાના રહેવાસી એવા બેટ-દ્વારકાના બે તથા ખંભાળિયા તાલુકાના સલાયા ગામના એક મહિલા સહિત ત્રણ પોઝિટિવ કેસો આવી જતા તમામ સરકારી તંત્ર સાથે આરોગ્ય તંત્રએ નોંધપાત્ર જહેમત હાથ ધરી છે.

કોરોના અંગે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર થયેલી વિગત મુજબ આ જિલ્લામાં વિદેશ પ્રવાસ મારફતે આવેલા 554 તથા રાષ્ટ્રીય પ્રવાસમાંથી આવેલા 115 મળી કુલ 669 વ્યક્તિઓને તપાસવામાં આવ્યા છે. જે તમામનો ચૌદ દિવસનો ફોલો- અપ પિરિયડ પૂર્ણ થયો છે.

જિલ્લામાં હોમ કવોરોન્ટાઈન માં 1,345 તથા ખાનગી બોટ માં સાત વ્યક્તિઓ બોટ કવોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. આ સાથે કુલ 1,472 કવોરોન્ટાઈન થયા છે.

કોરોના અંગે રવિવાર સુધીમાં 289 સૅમ્પલો લેવામાં આવ્યા છે. જે પૈકી 286 ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. કોરોના વાયરસ પોઝિટિવ દર્દીઓની સારવાર માટે સાવચેતી રૂપે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં 100 બેડ તથા ખાનગી સાકેત હોસ્પિટલમાં 150 બેડ મળી બન્ને હોસ્પિટલમાં 250 બેડની ઉપરાંત અન્ય ખાનગી હોસ્પિટલોમાં તથા જુદા જુદા આરોગ્ય કેન્દ્રમાં પણ ખાસ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે દસ વેન્ટિલેટરની સુવિધા પણ ઉપલબ્ધ રાખવામાં આવી છે.

ખંભાળિયા તાલુકાના કુવાડિયા ગામ નજીક આવેલી આદર્શ નિવાસી શાળા, નંદાણા ગામના મયુર શૈક્ષણિક સંકુલ, દ્વારકાના અખિલ ભારતીય આહીર સેવા સમાજ, ભાણવડમાં કડવા પટેલ કન્યા છાત્રાલય મળી કુલ ચાર સ્થળોએ 800 બેડની વ્યવસ્થા સાથેના સરકારી કવોરોન્ટાઈન સેન્ટર પણ તૈયાર રાખવામાં આવ્યા છે.

આ ઉપરાંત જ્યાં કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે તે બેટ દ્વારકા વિસ્તારમાં 8200 ની વસ્તીના તમામ લોકોના સર્વે આરોગ્ય વિભાગ સહિતના 70 વ્યક્તિઓની ટીમ દ્વારા પુર્ણ કરવામાં આવ્યા છે. જે પૈકી શંકાસ્પદ મનાતા છ વ્યક્તિઓના સિમ્પલ લેવામાં આવ્યા હતા. જે તમામના રિપોર્ટ રવિવારે નેગેટિવ જાહેર થયા છે. આ ઉપરાંત પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા 25 વ્યક્તિઓની મેડિકલ તપાસણી પણ કરવામાં આવી હતી. બેટ દ્વારકામાં કોરોના સંદર્ભે 67 વ્યક્તિઓને સરકારી કવોરોન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે

Tags :