જામનગરમાં એક દિવસમાં 15 કેસ તો ગોંડલમાં અમદાવાદથી આવેલ દંપતીને કોરોના પોઝિટિવ
જામનગર, તા. 09 મે 2020 શનિવાર
અમદાવાદ સહિત જિલ્લાઓમાંથી સૌરાષ્ટ્રમાં હજારો લોકો આવી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રમાં એકંદરે કોરોના છેલ્લા એકથી દોઢ મહિનાથી કંટ્રોલમાં હતો ત્યાં આ મહામારીના કેસોમાં જબરદસ્ત અને ચિંતાજનક ઉછાળો આવ્યો છે.
ગત 24 કલાકમાં જામનગરમાં એકસાથે 15 પોઝિટિવ કેસ નોંધાતા અને તેમાં અડધો ડઝનથી વધુ લોકો અમદાવાદથી આવેલા હોય તેમજ અન્ય દર્દીઓ પણ બહાર ગામથી આવ્યા હોય જિલ્લામાં અવર-જવર બંધ કરાઈ છે તો બીજી તરફ રાજકોટ જિલ્લાના દસ તાલુકાઓમાં દોઢ મહિનાથી એક પણ કેસ હતો નહીં
ત્યારે તાજેતરમાં ગોંડલમાં અમદાવાદથી આવેલ એસઆરપી જવાનને કોરોના પોઝિટિવ જાહેર થયા બાદ આજે ગોંડલમાં અમદાવાદથી આવેલા વૃદ્ધ દંપતીને કોરોના હોવાનું જાહેર થતાં અત્યાર સુધી એકંદરે નિશ્ચિત આ શહેરમાં પણ આ મહામારીએ ફફડાટ મચાવ્યો છે.