જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યો જાહેર થયા
જામનગર,તા.12 સપ્ટેમ્બર 2023,મંગળવાર
જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના કુલ પાંચ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે, જેની સાથે સાથે જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના નવા 12 સભ્યોની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં ચેરમેન તરીકે નિલેશભાઈ કગથરા ઉપરાંત અન્ય સભ્યોમાં મનીષભાઈ કટારીયા, સુભાષભાઈ જોશી, ધર્મરાજસિંહ જાડેજા, કેશુભાઈ માડમ, કિશનભાઇ માડમ, ડિમ્પલબેન રાવલ, પાર્થ કોટડીયા, હર્ષાબા જાડેજા, અરવિંદભાઈ સભાયા, અમિતાબેન બંધીયા અને કેતનભાઇ ગોસરાણીનો સમાવેશ થાય છે.