શું ઝેલેન્સ્કી આ વખતે સૂટ પહેરશે? રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત પહેલાં વ્હાઇટ હાઉસે યુક્રેનિયન રાષ્ટ્રપતિને પૂછ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Trump And Zelenskyy Meeting : યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોડિમિર ઝેલેન્સ્કી અમેરિકા પહોંચી ગયા છે. અહીં તેઓ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરવાના છે. જોકે તે પહેલા ઝેલેન્સ્કીનો સૂટ વિવાદ શરૂ થઈ ગયો છે. એક્સિયોસના રિપોર્ટમાં કહેવાયું છે કે, વ્હાઈટ હાઉસે પૂછ્યું છે કે, શું ઝેલેન્સ્કી ઓવલમાં ટ્રમ્પ સાથે યોજાનાર બેઠકમાં સૂટ પહેરવાની યોજના બનાવી રહ્યા છે. બેઠકમાં તેમની સાથે યુરોપના ટોચના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે.
સૂટ મામલે અમેરિકામાં ચર્ચા
અગાઉ માર્ચમાં ઝેલેન્સ્કી (Ukraine President Volodymyr Zelenskyy) અને ટ્રમ્પ (US President Donald Trump) વચ્ચે વ્હાઈટ હાઉસમાં મુલાકાત થઈ હતી, ત્યારે ડ્રેસ મામલે સામાન્ય વિવાદ ઉભો થયો હતો, જેને અધિકારીઓએ રાજદ્વારી ભૂલ ગણાવી હતી. આ વર્ષે બંને વચ્ચે ઓવલ ઓફિસમાં મુલાકાત થઈ હતી, ત્યારે માહોલ ગરમાઈ ગયો હતો. મુલાકાત દરમિયાન એક રિપોર્ટરે ઝેલેન્સ્કીને પ્રશ્ન કર્યો હતો કે, તમે સૂટ કેમ પહેર્યો નથી.
યુદ્ધ બંધ થયા બાદ ડ્રેસ પહેરીશ, ઝેલેન્સ્કીનો કટાક્ષ
મીડિયા રિપોર્ટ મુજબ, એક રિપોર્ટરે પૂછ્યું હતું કે, ‘તમે સૂટ કેમ પહેરા નથી? તમે દેશના સર્વોચ્ચ પદ પર છો, તેમ છતાં સૂટ પહેરવાનો ઈન્કાર કરો છો. શું તમારી પાસે સૂટ નથી? અનેક અમેરિકનો સવાલ ઉઠાવી રહ્યા છે કે, ઝેલેન્સ્કી પદની ગરીમાનું સન્માન કરતા નથી. ત્યારબાદ ઝેલેન્સ્કીએ કટાક્ષ કર્યો હતો કે, રશિયા સાથેનું યુદ્ધ બંધ થયા બાદ તેઓ ડ્રેસ પહેરશે.’
ઝેલેન્સ્કીએ અગાઉ આર્મી ડ્રેસમાં ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી
અગાઉ ઝેલેન્સ્કીએ ખાસ મિલિટ્રી સ્ટાઈલના ડ્રેસમાં ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી, જે યુક્રેનના યુદ્ધનું પ્રતિક બની ગયું હતું. જોકે કથિત રીતે ટ્રમ્પ ઝેલેન્સ્કીના આર્મી ડ્રેસથી નારાજ થયા હતા. ઝેલેન્સ્કીનું સ્વાગત કરતી વખતે ટ્રમ્પે કટાક્ષ કર્યો હતો કે, ‘આજે તેઓ સંપૂર્ણ તૈયારી સાથે આવ્યા છે.’
રિપોર્ટ મુજબ, ઝેલેન્સ્કીએ ટ્રમ્પ સાથેની બેઠકમાં ઓફિશિયલ સૂટ અને ટાઈ પહેરવાના બદલે કાળા રંગની જેકેટ પહેરવાની યોજના બનાવી છે. જે એક બિઝનેસ સ્ટાઈલ ડ્રેસ જેવી છે. વાસ્તવમાં રશિયા-યુક્રેનનું યુદ્ધ બંધ કરાવવા માટે ઝેલેન્સ્કી ટ્રમ્પ સાથે મુલાકાત કરવાના છે. આ બેઠક વોશિંગ્ટન ડીસીમાં યોજાવાની છે. ઝેલેન્સ્કીની સાથે બ્રિટન, જર્મની, ફ્રાન્સ, ઈટલી, ફિનલેન્ડ, યુરોપીય સંઘ અને નાટોના ટોચના નેતા પણ સામેલ છે.








