'કબજો કરનારાઓને ગિફ્ટમાં નહીં મળે કોઈ જમીન', ટ્રમ્પ-પુતિનની બેઠક પહેલા ઝેલેન્સ્કીની ચેતવણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| Images Sourse: IANS |
Zelensky Rejects Trump Ukraine Peace Plan: યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સકીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તે પ્રસ્તાવને નકારી કાઢ્યો છે જેમાં તેમણે કહ્યું હતું કે શાંતિ કરાર હેઠળ યુક્રેનની જમીન રશિયાને આપી શકાય છે. પરંતુ યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સકીએ કહ્યું કે 'યુક્રેન કબજે કરનારાઓને જમીન નહીં આપે.'
શનિવારે (નવમી ઓગસ્ટ) સોશિયલ મીડિયા પર યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સકીએ કહ્યું, 'યુક્રેનના પ્રાદેશિક પ્રશ્નનો જવાબ યુક્રેનના બંધારણમાં પહેલેથી જ છે, કોઈ તેનાથી ભટકશે નહીં. યુક્રેનિયનો તેમની જમીન કબજેદારોને નહીં આપે. યુક્રેન વગરનો કોઈપણ ઉકેલ શાંતિની વિરુદ્ધ પણ છે. આનાથી કંઈ પ્રાપ્ત થશે નહીં. આ મૃત ઉકેલ છે, તે ક્યારેય કામ કરશે નહીં.
અલાસ્કામાં ડોનાલ્ડ ટ્રમ્પ રશિયન પ્રમુખ સાથે મુલાકાત
વોલોદીમિર ઝેલેન્સકીનું આ નિવેદન ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આગામી અઠવાડિયે અલાસ્કામાં રશિયાના પ્રમુખ સાથે મુલાકાત કરવાની જાહેરાત બાદ આવી છે. ટ્રમ્પે શુક્રવારે ટ્રુથ સોશિયલ પર લખ્યું, 'યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખ તરીકે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મારી બહુપ્રતિક્ષિત મુલાકાત આગામી 15મી ઓગસ્ટ 2025ના રોજ મહાન રાજ્ય અલાસ્કામાં થશે.'
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં સંકેત આપ્યો હતો કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ કરારના ભાગ રૂપે સંભવિત જમીન વિનિમય પર વાટાઘાટો થઈ છે. તેમણે કહ્યું, 'બંનેના હિતમાં કેટલીક જમીન વિનિમય થશે અને અમે આ વિશે વાત કરીશું.'
એક દાયકા પછી પુતિન જશે અમેરિકા
એક દાયકા પછી પુતિનની આ અમેરિકાની પહેલી મુલાકાત હશે. અગાઉ, તે સપ્ટેમ્બર 2015માં ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન તત્કાલીન પ્રમુખ બરાક ઓબામાને મળ્યા હતા.








